Divyabhaskar.com | Updated -Sep 12, 2018, 03:21 AM
પાટણ શહેરમાં સોમવારે પાલિકા સત્તાધીશ પોલીસ અધિકારીને મળ્યા હતા પણ બંધનું એલાન અને ગણેશોત્સવના બંદોબસ્તને લઇ હાલ દબાણ માટે સ્ટાફ ફાળવવાનું મુશ્કેલ બનશે તેવું જણાવાતાં હવે દબાણ કાર્યવાહી ગણેશોત્સવ પછી શુક્રવારે શરૂ કરાશે.
મંગળવારથી પાલિકા દ્વારા શહેરના કનસડા દરવાજાથી ત્રણ દરવાજા મેઇન બજાર થઇ રેલવે સ્ટેશન સુધીના ઉભા બજારમાં મંગળવારથી દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવાનું નક્કી થયું હતું. આ માટે વેપારીઓ સાથે બેઠક પણ પાલિકા સભાખંડમાં અઠવાડિયા દશ દિવસ અગાઉ થઇ હતી. તે મુજબ શુક્ર, શનિ, સોમવારે રિક્ષા ફેરવી દબાણો હટાવી દેવા જાહેરાત કરાઇ હતી. સોમવારે બંધનું એલાન હોઇ બજાર બંધ હતી. હાલ ગણેશજીની મૂર્તિઓ મોટી સંખ્યામાં બજારમાં ગોઠવાયેલ છે તેને તેને ધ્યાને લઇ દબાણ કાર્યવાહી સ્થગિત રાખી છે તેમ સ્વચ્છતા ચેરમેન ગોપાલસિંહ રાજપૂતે જણાવ્યું હતું.