Loading...

હાસાંપુર પાસેની લૂંટમાં વામૈયા અને મહેમદપુરના બે શખ્સો પકડાયા

દોઢ માસ અગાઉ હાસાંપુર ગામ નજીક સુરભી સોસાયટી પાસે રાત્રિના સમયે એક સ્કૂટર ચાલકને આંતરી છરીની અણીએ સ્કૂટર મોબાઈલ...

Divya Bhaskar Sep 12, 2018, 03:21 AM
દોઢ માસ અગાઉ હાસાંપુર ગામ નજીક સુરભી સોસાયટી પાસે રાત્રિના સમયે એક સ્કૂટર ચાલકને આંતરી છરીની અણીએ સ્કૂટર મોબાઈલ અને રૂ.350 લૂંટી લેવાની ઘટનામાં બી ડિવિઝન પોલીસે બાતમી આધારે વોચ ગોઠવી બે શખ્સોને 77 હજારના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા.

માતરવાડી પુલ નજીકથી ઝડપાયેલા વામૈયાના નવઘણ સિંહ દેવાજી ઠાકોર અને મહેમદપુરના મુકેશજી ચેહરાજી ઠાકોરને લૂંટમાં ગયેલ જ્યુપિટર સ્કુટર અને લૂંટ કરવા માટે ઉપયોગમાં લીધેલા બાઈક છરી સાથે પકડી પાડયા હતા આ શખ્સોને પોલીસે પૂછપરછ કરતા કબૂલાત કરી કે લૂંટમાં ઉપયોગ કરેલ બાઈક પાટણના નીતુભા કનુભા ઝાલાનું છે અને ગઈ 15 જુલાઇના રાત્રિના હસાપુર નજીક આવેલી સુરભી સોસાયટી પાસે તે બંને શખ્સોએ સાથે મળી લૂંટ કરી હતી.


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Patan - હાસાંપુર પાસેની લૂંટમાં વામૈયા અને મહેમદપુરના બે શખ્સો પકડાયા
(News in Gujarati from Divya Bhaskar)