Loading...

પાટણ જિલ્લા કક્ષાના નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ યોજાયો

પાટણ : અખિલ આંજણા કેળવણી મંડળ તથા ડીપીઈઓ અને ડીઈઓ કચેરી પાટણના સયુંકત ઉપક્રમે જિલ્લા કક્ષાનો નેશનલ સાયન્સ ડ્રામા...

Divya Bhaskar Sep 12, 2018, 03:21 AM
પાટણ : અખિલ આંજણા કેળવણી મંડળ તથા ડીપીઈઓ અને ડીઈઓ કચેરી પાટણના સયુંકત ઉપક્રમે જિલ્લા કક્ષાનો નેશનલ સાયન્સ ડ્રામા 2018 યોજાયો. જેમાં જિલ્લામાંથી બે પ્રાથમિક શાળાઓ અને ત્રણ માધ્યમિક શાળાઓ વિજ્ઞાન નાટકો રજુ કર્યા. પાટણ જિલ્લાની માધ્યમિક તથા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને જિલ્લા કક્ષાનું પ્રમાણપત્ર આપ્યું. પ્રથમ ક્રમે વિજેતા એસ.પી.ઠાકોર સર્વોદય વિદ્યાલય કાંસાને ટ્રોફી તેમજ મેડલો આપી સન્માનિત કર્યા જે સ્ટેટ લેવલે ભાગ લેવા જશે.ક લ્યાણા પ્રાથમિક શાળાની શ્રેષ્ઠ નાયિકા અને કાંસા શાળાના શ્રેષ્ઠ નાયકને પ્રોત્સાહિત ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા.સાયન્સ ડ્રામા ફેસ્ટીવલમાં મુખ્ય મહેમાન તરીકે મંડળ પાટણના પ્રમુખભલેન્દ્રભાઈ ચૌધરી, મંત્રી માનસિહભાઈ ચૌધરી, એન્જીનીયરીંગ કોલેજ કતપુરના ડૉ.હર્ષ ભુતડીયા, ભગીની સમાજ પાટણના હેમાબેન મજમુદાર, જુદી જુદી શાળાના સારસ્વત મિત્રો તેમજ બાળ કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. અા કાર્યક્રમનું સંચાલન વિરમભાઇ , દર્શનભાઈ ચૌધરી અને નિકુલભાઇ ચૌધરીએ કયુ હતું.

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Patan - પાટણ જિલ્લા કક્ષાના નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ યોજાયો
(News in Gujarati from Divya Bhaskar)