પાટણ શહેરમાં ઓતિયા પરિવાર વર્ષોથી માટીની શ્રી બનાવે છે

News - માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ સ્થાપનનો વધતો મહિમા

Divyabhaskar.com Sep 12, 2018, 03:21 AM IST
પાટણ | પાટણ શહેરના ટેલીફોન એક્સચેન્જ રોડ પર આવેલી મીનળ પાર્ક સોસાયટીમાં રહેતા અને નિવૃત એસ.ટી મિકેનિકલ કર્મચારી બાબુભાઈ ઓતિયા ચાલુ સાલે આયોજિત ગણેશ ઉત્સવના આયોજનને અનુલક્ષીને તેઓને મળેલા ગણેશની પ્રતિમા બનાવવાના 20 જેટલા ઓર્ડર પૈકીના મોટાભાગની ગણેશજીની પ્રતિમા તેઓ દ્વારા તળાવની શુદ્ધ માટીમાંથી તૈયાર કરી છે અડધા ફૂટથી લઈને બે ફૂટ સુધીની માટીની ગણેશજીની મૂર્તિઓ તેઓ દ્વારા તૈયાર કરી હોવાનું તેઓએ જણાવ્યું હતું ગણપતિના મંત્રોચ્ચાર સાથે દરેક મૂર્તિઓને બનાવવામાં આવી હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. પાટણ શહેરના ઓતિયા પરિવારના પેર્મેન્દ્રભાઈ સહિતના કારીગરો દ્વારા પણ માટીમાંથી ગણેશજીની પ્રતિમાં બનાવાઈ રહી છે અને પાટણ શહેરના ઓતિયા પરિવારના ચાર કુટુંબો દ્વારા પણ માટીમાંથી ગણેશજીની પ્રતિમાઓ તૈયાર કરવામાં આવી હોવાનું પરિવારના સભ્યોએ જણાવ્યું હતું

ઇકોફ્રેન્ડલી ગણપતિ મેળવવા અહીં સંપર્ક કરવો

નામ નંબર સરનામું

બાબુભાઇ ઓતીયા 99097 35860 રહે. પાટણ

પ્રેમેન્દ્રભાઇ અોતીયા 98255 77252 રહે. પાટણ

નવિનભાઇ અોતીયા 84010 11531 રહે. પાટણ

નરેશભાઇ અોતીયા 99799 27615 રહે. પાટણ

ગીરીશભાઇ પ્રજાપતિ 7622094910 રહે. પાટણ

અતુલભાઈ પ્રજાપતિ 9998258833 રહે. પાટણ

Share
Next Story

પાટણ નવા ડેપોમાં ભૂગર્ભ ગટરના પાણી રેલાતાં દુર્ગંધથી પરેશાની

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Patan - પાટણ શહેરમાં ઓતિયા પરિવાર વર્ષોથી માટીની શ્રી બનાવે છે
(News in Gujarati from Divya Bhaskar)