Loading...

પાટણ પાલિકાને મીની હાઇડ્રોલિક ટ્રોલીવાળા 10 છોટા હાથી ફાળવાયા

પાટણ : સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પાટણ શહેરને સ્વચ્છ રાખવા રાજ્ય સરકાર દ્વારા પાટણ પાલિકાને સુકો અને ભીનો કચરો ડોર...

Divya Bhaskar Sep 12, 2018, 03:21 AM
પાટણ : સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પાટણ શહેરને સ્વચ્છ રાખવા રાજ્ય સરકાર દ્વારા પાટણ પાલિકાને સુકો અને ભીનો કચરો ડોર ટુ ડોર એકત્રિત કરવા મીની હાઇડ્રોલિક ટ્રોલીવાળા 10 છોટા હાથી ફાળવ્યા હોવાનું અને હજુ પણ એક છોટા હાથી ટૂંક સમયમાં ફાળવાશે તેવું પાલિકાના સુત્રોએ જણાવ્યું હતું. પાટણ શહેરમાં સાંકડા મહોલ્લા પોળો અને સોસાયટી વિસ્તારના માર્ગો ઉપર આસાનીથી આ છોટા હાથી ડોર ટુ ડોર ભીનો અને સૂકો કચરો અલગ-અલગ એકત્રિત કરી શકશે. આ અગાઉ પણ રાજ્ય સરકાર દ્વારા પાટણ પાલિકાને આઠ જેટલા મીની ટ્રેક્ટર ફાળવ્યા હોવાનું પાલિકાના સુત્રોએ જણાવ્યું હતું.

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Patan - પાટણ પાલિકાને મીની હાઇડ્રોલિક ટ્રોલીવાળા 10 છોટા હાથી ફાળવાયા
(News in Gujarati from Divya Bhaskar)