સમીના અનવરપુરા ગામે બે જૂથો વચ્ચે ધિંગાણું : 12 જણાને ઇજા

News - ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, 23 વિરુદ્ધ સામસામે ફરિયાદ

Divyabhaskar.com Sep 12, 2018, 03:20 AM IST
સમીતાલુકાના અનવરપુરાગામે બે જુથો વચ્ચે નજીવી બાબતે સામ સામે ધીંગાણું ખેલાયુ હતું જેમાં હથિયારો લઈ આમને સામે આવી ગયા હતા જેમાં સામ સામે બન્ને પક્ષે 12 વ્યક્તિઓને ઇજાઓ થઇ હતી. સામસામે 23 સામે સમી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અનવરપુરા ગામે ઠાકોર અમરતજી ભાવાજીની દુકાને આવી બે શખ્સોએ કહેલ કે તમારો દિકરો ઠાકોર કાળુજી કુબેરજીના દિકરાને દવાખાને કેમ લઇ ગયો તેમ કહીં અપશબ્દો બોલીને 11 શખ્સોએ અમરતજી તેમના પરીવાર પર લાકડી, કુહાડી જેવા હથિયારોથી હિચકારો હુમલો કર્યો હતો.જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદ નોંધાવી હતી. જ્યારે ઠાકોર સુંડાજી ઓખાજીએ પરીવાર માણસો સાથે ઉભા હતા ત્યારે શખ્સ આવીને ક્હ્યું કે કાળુભાઇ કુબેરભાઇને ગઇ કાલે કેમ માર મારેલ તેમ કહિને લોખંડની ટોમી, લાકડી, ધારીયુ, ધોકો લોખંડની કાતરી બરછી જેવા હથિયારોથી હિચકારો હુમલો કરીને ઇજાઓ કરી હતી. તેમજ છૂટા પથ્થરો મારી જાનથી મારી નાખવા ધમકી આપી હોવાની સમી પોલીસ મથકે 12 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

આ અંગે તપાસ અધિકારી પીએસઆઇ એમ.એમ.માળી જણાવ્યુ કે અનવરપુરા ગામે બન્ને પક્ષો વચ્ચે મારા મારી ઘટનામાં સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. તેમજ સ્થળ પંચનામુ વગેરે તપાસ ચાલી રહી છે.

આમની સામે નોંધાયો રાયોટિંગનો ગુનો

(1) ઠાકોર સુંડાજી ઓખાજી (2) ઠાકોર કમાજી ઓખાજી (3) ઠાકોર મહેશજી વરજંગજી (4) ઠાકોર હસમુખભાઈ રૂગનાથભાઈ (5) ઠાકોર હિતેષજી લાધુજી (6) ઠાકોર અમરાજી મુળજીજી (7) ઠાકોર રંગાજી ઓખાજી (8) ઠાકોર પોપટજી રઘુજી (9) ઠાકોર વિરમજી મનુજી (10) ઠાકોર લાલજી વરજંગજી (11) ઠાકોર લાધુજી મુળજીજી

(1) ઠાકોર અમરતભાઈ ભાવાભાઈ (2) ઠાકોર ભરતભાઈ અમરતભાઈ (3) ઠાકોર ગુગાજી જહાજી (4) ઠાકોર જેતાજી જહાજી (5) ઠાકોર કાળુજી જહાજી (6) ઠાકોર વિરજીજી રૂપાજી (7) ઠાકોર રઘુજી રૂપાજી (8) ઠાકોર સવસીજી રામજી (9) ઠાકોર માદેવજી ચેહુજી (10) ઠાકોર ટીનાજી જહાજી (11) ઠાકોર જયંતિજી બબાજી (12) ઠાકોર કેશાજી વસુજી રહે- તમામ અનવરપુરા

Share
Next Story

પાટણની આદર્શ હાઇસ્કૂલમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Patan - સમીના અનવરપુરા ગામે બે જૂથો વચ્ચે ધિંગાણું : 12 જણાને ઇજા
(News in Gujarati from Divya Bhaskar)