ગાંજીસર પાસે કટીંગ માટે લવાયેલો 12 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો

પોલીસે ટ્રક સહિત રૂ.22.29 લાખ મુદ્દામાલ જપ્ત કર્યો, 4 શખ્સો ફરાર

Divyabhaskar.com Sep 12, 2018, 04:02 AM IST

વારાહી: ગાંજીસર નજીક ખારી નદીના પટમાંથી કટીંગ કરતો 12 લાખનો વિદેશી દારુ ઝડપાયો હતો. જેમાંથી વિદેશી દારૂની 12144 બોટલો, ટ્રક ભરેલા પથ્થરો અને ટ્રક મળી કુલ રૂ.22.29 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.પોલીસની ગાડી જોઇને 4 શખ્સો બે ગાડીઓ લઇને નાશી છૂટ્યા હતા. વારાહી પોલીસને મંગળવારે ગાંજીસરથી ઇંદરવા જવાના રોડ ઉપર આવેલ ખારી નદીના પટમાં બાવળોની ઝાડીમાં મલેક સાહેબખાન ઉર્ફે સાબો કરીમખાન રહે.જારૂષા, રબારી દિનેશભાઇ ભગાભાઇ રહે.પાણવી વિદેશી દારૂની ટ્રક મંગાવી કટીંગ કરી રહેલ છે.

 

 

અને સોઢા ભીમસિંગ બનેસંગ રહે. દહીસર તેની અલ્ટો ગાડી લઇને તથા કિર્તિભાઇ ગણપતભાઇ પુરોહિત રહે. સુબાપુરા તેની ફોર વ્હીલ ગાડી લઇ કટીંગનો મુદ્દામાલ લેવા આવેલ છે તેવી બાતમી આધારે વારાહી પોલીસે રેડ કરતા પોલીસને જોઇને બન્ને ગાડીઓ ભાગેલી તેનો પીછો કર્યો હતો ચાર શખ્સો નાશી છૂટ્યા હતા. એક ટ્રક આરજે 19 જીએ 8289 માંથી કુલ પેટી 233 જેની બોટલ 12,144 જેની કિ.રૂ.12,14,400નો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. ટ્રક ગાડીની કિ.રૂ.10 લાખ મળી, ગાડીમાં ભરેલા પથ્થરો કિ.રુ.15 હજાર મળી કુલ રૂ.22,29,400નો મુદ્દામાલ જપ્ત કરી ચાર શખ્સો વિરૂધ્ધમાં પ્રોહીએક્ટ મુજબ વારાહી પોલીસ ગૂન્હો નોંધ્યો હતો. (અહેવાલ- તસવીર મૌલીક દવે)

 

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

 
Share
Next Story

પાટણ પાલિકાને મીની હાઇડ્રોલિક ટ્રોલીવાળા 10 છોટા હાથી ફાળવાયા

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Gazipar has got 12 lakhs of liquor imported for cutting
(News in Gujarati from Divya Bhaskar)