મહેસાણામાં 42 ડિગ્રી ગરમી વચ્ચે 64.91 ટકા મતદાન, પણ ગત ચૂંટણી કરતાં 1.72 % ઓછું

News - સૌથી વધુ કડીમાં 71.32%, સૌથી ઓછું વિજાપુરમાં 62.18% : 12 ઉમેદવારોનું ભાવિ સીલ, 23મેએ ગણતરી

Divyabhaskar.com Apr 24, 2019, 06:30 AM IST
મહેસાણા | મંગળવારે યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં 42 ડિગ્રી ગરમી વચ્ચે પણ ઉત્તર ગુજરાતમાં સરેરાશ 64.47 ટકા મતદાન થયુંં. જે 2014 કરતાં 1.82 ટકા વધ્યું. 2014માં 62.65 ટકા મતદાન થયું હતું. સાંજના 6 વાગ્યા સુધીના ચૂંટણી વિભાગના આંકડા મુજબ મહેસાણામાં 64.91 ટકા, પાટણમાં 61.23 ટકા, બનાસકાંઠામાં 64.71 ટકા અને સાબરકાંઠામાં 67.03 ટકા નોંધાયું હતું. એટલે કે મહેસાણા અને સાબરકાંઠામાં ઘટ્યું તેમજ પાટણ અને બનાસકાંઠામાં મતદાનમાં વધારો થયો છે. આ સાથે જ મંત્રી પરબતભાઇ પટેલ, સંસદિય સચિવ ભરતસિંહ ડાભી, સાંસદ દીપસિંહ રાઠોડ, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર, બનાસ ડેરીના પૂર્વ ચેરમેન પરથી ભટોળ તેમજ શારદાબેન પટેલ અને એ.જે. પટેલ સહિતના દિગ્ગજોના ભાવિ ઇવીએમમાં બંધ થઇ ગયા છે. હવે 23 મેના રોજ મત ગણતરી હાથ ધરાશે.

Share
Next Story

મહેસાણા | મહેસાણા વિધાનસભા ક્ષેત્રના કર્મચારીઓને હૈદરીચોક શાળાના ડિસ્પેચ સેન્ટરથી

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Mehsana News - mehsana voted 6491 percent of the 42 degree winters but also 172 percent less than the last election 063033
(News in Gujarati from Divya Bhaskar)