મહેસાણા | ખેડૂતો -પશુપાલકોની નારાજગી મતદાનમાં દેખાઇ

News - શહેરી વિસ્તારોમાં મોટા ભાગે એક તરફી વિકાસ અને એર સ્ટ્રાઇક જેવા મુદ્દા પર મતદાન થયું, ભાજપ માટે શહેરી મતદારો...

Divyabhaskar.com Apr 24, 2019, 06:30 AM IST
શહેરી વિસ્તારોમાં મોટા ભાગે એક તરફી વિકાસ અને એર સ્ટ્રાઇક જેવા મુદ્દા પર મતદાન થયું, ભાજપ માટે શહેરી મતદારો અનુકૂળ રહી શકે છે. જ્યારે ગામડાઓની સ્થિતિ બિલકુલ વિપરીત રહી છે. પાટીદાર આંદોલન અને ખેડૂતોની નારાજગી કોંગ્રેસનું વજન વધારી શકે છે. જો કે, મહેસાણા દૂધ સાગર ડેરીના મામલે ચૌધરી સમાજના મત વહંેચાયા છે, જે નિર્ણાયકની ભૂમિકા ભજવશે.

અસરો | 2014 કરતાં આ વખતની સ્થિતિ બિલકુલ અલગ રહી છે. 2014માં જ્યાં ભાજપમાંથી જયશ્રીબેન અને કોંગ્રેસમાંથી જીવાભાઇ જેવા દિગ્ગજ નેતા આમને-સામને હતા. ત્યાં આ વખતે બંને પક્ષના ચહેરા નવા છે. ગત ચૂંટણી કરતાં દોઢ ટકો મતદાન ઘટ્યું છે. બંને પાટીદાર ઉમેદવારો વચ્ચે પાટીદાર સમાજના મત વહેંચાયા છે. આ બેઠક પર ઇતરોના મત નિર્ણાયક રહેશે.

પાટણ | ખેતી, સિંચાઇનું પાણી અને રોજગારી મુદ્દે વધુ મતદાન

અહીં પાટીદાર અને ઠાકોર ફેકટર ઉપરાંત પાણી રોજગારીના જૂના પ્રશ્નો વચ્ચે મતદારોએ ગત ચૂંટણી કરતાં ત્રણેક ટકા વધુ મતદાન કરી નારાજગી બતાવી હોય તેમ લાગે છે. અા સિવાય ખેડુતોની પાણીની તકલીફ , ગામડાને શુધ્ધ પાણી ન મળવું, સ્થાનીક રોજગારીના અભાવે હિજરત જેવા કારણોસર મતદાનમાં અસર પડી હોવાનું માનવામાં અાવે છે.

અસરો | પાટીદાર મતોમાં સો ટકા ધ્રુવીકરણ થતું નથી જે કોંગ્રેસને ફાયદો કરાવે કે નુકશાન બચાવે.ઠાકોર સેનાનો વિખવાદ અાખા સમાજને સ્પર્શતો ન હોઇ ઝાઝી અસર નથી. જગદીશ ઠાકોર સરહદી ગામોમાં સક્રીય હતા તેથી તેનો લાભ મળવાની તેમની છાવણીની અપેક્ષા છે.ખેરાલુ -પાટણનું ઉંચું મતદાન ભાજપાને ફાયદો કરાવે તેવું માનવામાં અાવે છે. પાટણ અને સિધ્ધપુર મોટાભાગે ભાજપ તરફી હોય છે, તેમાં પીઅેમની સભા પછી ઝુકાવ વધી શકે છે.

બ.કાંઠા|ત્રિપાંખિયા જંગમાં ચૌધરી-ઠાકોર સિવાયના મતો નિર્ણાયક

ગત લોકસભા ચૂંટણી કરતા પરિસ્થિતિ તદ્દન અલગ છે. 2014માં ભાજપ બે લાખ મતે જીતી હતી. આ વખતે સહકારી આગેવાનો અને વર્ષો જૂનો મિત્રો વચ્ચે જંગમાં ચૌધરી સમાજના મતો વહેંચાઈ જશે. જે મતદાન વધ્યું છે તેમા પણ દાંતા અને થરાદમાં સૌથી વધુ વોટ પડ્યા છે સાૈથી નિર્ણાયક પાસું છે.

અસરો | ચૂંટણીમાં જ્ઞાતિનો મુદ્દો હાવી રહ્યો છે. ઠાકોર સમાજ કોંગ્રેસના અને ભાજપના વોટોને તોડશે. અપેક્ષા મુજબ જ કોંગ્રેસની ટીમે દાંતામાં વધુ વોટિંગ કરાવી લીડ લેવાનો પ્રયાસ કર્યો છે જયારે ભાજપે થરાદમાં વધુ મતદાન કરાવી પોતાના મતો અંકે કરવા બાજી ચિપી છે. ટૂંકમાં જે વિધાનસભાએ લીડ આપી તે ઉમેદવાર જીતની નજીક પહોંચી જશે.

સાબકાંઠા | મતદારોનો અંડર કરંટ ગમે તેને ઝટકો અાપી શકે છે

સાબરકાંઠામાં ગત ચૂંટણી જેટલું જ મતદાન થયું. જ્ઞાતિ સમીકરણ પર ચૂંટણી લડવામાં અાવી રહી હોવા છતાં અા વખતની ચૂંટણીમાં ચોક્કસ જ્ઞાતિ સમૂહના બે થી ત્રણ ટકા મતદારો મતદાનથી વિમુખ થયા હોવાનુ માનવામાં અાવી રહ્યુ છે.મતદાન કરનાર મતદારોના અકળ માૈને રાજકીય પક્ષોને મૂંઝવણમાં મૂક્યા છે.

અસરો | અા વખતની ચૂંટણીમાં યુવા મતદારોઅે સારું મતદાન કર્યું છે. કોંગ્રેસની વોટ બેંક ગણાતા મત વિસ્તારોમાં પરિસ્થિતિ બદલાઇ હોવાનંુ પણ જાણવા મળે છે અને અપેક્ષા મુજબ સરસાઇ મળે છે કે નહી તે બાબત પણ અેરણે ચઢી છે. ભાજપને સરસાઇ અાપતા મત વિસ્તારોમાં 1.5 ટકાથી 3.5 ટકા જેટલંુ અોછંુ મતદાન થયું છે. મત માટે સ્વયંભૂ બહાર નીકળેલા મતદારો ગમે તેને ઝટકો અાપી શકે છે. શહેરી વિસ્તારોમાં ભાજપની પકડ યથાવત જણાય છે.

Share
Next Story

મહેસાણા | મહેસાણા વિધાનસભા ક્ષેત્રના કર્મચારીઓને હૈદરીચોક શાળાના ડિસ્પેચ સેન્ટરથી

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Mehsana News - mehsana farmers veteran protesters appeared in voting 063026
(News in Gujarati from Divya Bhaskar)