Loading...

માતાનો ખોળો, ઘોડિયું અને ઘરનું આંગણું એ ઘર નામની યુનિવર્સિટીની ત્રણ મોટી કોલેજ છે

પર્યુષણનો છઠ્ઠામો દિવસ | મહાવીર સ્વામીના જન્મથી કેવલજ્ઞાન સુધીનું મહત્વ સમજાવતા જૈનાચાર્યે કહ્યું

Divya Bhaskar Sep 12, 2018, 03:07 AM
મહેસાણાના ઉપનગર જૈન સંઘમાં બિરાજમાન આચાર્ય વિજય મુક્તિવલ્લભ સૂરિશ્વરજીએ પર્યુષણના છઠ્ઠા દિવસના પ્રવચનમાં મહાવીર સ્વામીના જન્મથી કેવલજ્ઞાન સુધીની જીવનયાત્રાનું દર્શન છે. માતાના ઉદરમાં હતા ત્યારથી જ પ્રભુ મહાજ્ઞાની અને મહાવૈરાગી હતા. બાળક શૈશવના ક્યારામાંથી બહાર નીકળે એટલે તેને નિશાળે ભણવા મૂકવો જોઇએ એવા ખ્યાલથી મોહાધીન માતા-પિતાએ બાળ વર્ધમાનને નિશાળે ભણવા મુક્યા.

ભલે જરૂરી ન હતું છતાંય માતા-પિતાએ પ્રભુને નિશાળે મુક્યા. પણ કંઇ ઉંમરે મુક્યા ω આઠ વર્ષની ઉંમરે પ્રભુને નિશાળે મૂકવામાં આવ્યા હતા. આજે જે ઉંમરની અડધી સદી વટાવી ગયા છે તેવા વડીલોને પૂછો તમે કઇ ઉંમરે નિશાળે ભણવા બેઠા ω જવાબ મળશે 6 કે 7 વર્ષની ઉંમરે. આજના 25 થી 35 વર્ષના યુવાને પૂછશો તો જવાબ મળશે 4 વર્ષની ઉંમરે. આજની સ્થિતિમાં રોજ સવારે મમ્મી કે પપ્પા એક્ટીવા પર બેસાડીને અઢી વર્ષના કુમળા શિશુને પ્લે ગ્રુપ કે નર્સરીમાં મૂકવા જતાં હોય તે દ્રર્શ્ય જોઇને કમકમાટી આવી જાય છે. માતાનો ખોળો, ઘોડીયું અને ઘરનું આંગણું એ ઘર નામની યુનિવર્સિટીની ત્રણ મોટી કોલેજ છે. આ ત્રણ કોલેજમાં બાળકનું શારીરીક, માનસિક, બૌધિક અને સાંસ્કારીક બંધારણ ઘટાય છે. શૈશવના 5-6 વર્ષ તેનું ઘડતર ઘરમાં જ થવું જોઇએ.

ઘરમાં માતા-પિતા નામાના શિક્ષક પાસેથી જે શીખે તે ક્યારેય બીજે ક્યાંથી શીખી ન શકે. અઢી વર્ષની ઉંમરમાં રોજના 4-6 કલાક બાળક માતાથી વિખુટુ રહે તે બાળકના હિતમાં નથી. માતાની હુંફ તેના વિકાસ માટેનું અનિવાર્ય તત્વ છે. બધા મા-બાપ પોતાના બાળકને અઢી વર્ષની ઉંમરે પ્લે ગ્રુપમાં મોકલે છે માટે આપણે પણ મોકલો. બસ આ રીતે જ આખો ગાંડરીયો પ્રવાહ ચાલ્યો છે.

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Mehsana - માતાનો ખોળો, ઘોડિયું અને ઘરનું આંગણું એ ઘર નામની યુનિવર્સિટીની ત્રણ મોટી કોલેજ છે
(News in Gujarati from Divya Bhaskar)