Divyabhaskar.com | Updated -Sep 12, 2018, 03:07 AM
છેલ્લા 4 દિવસ બાદ મંગળવારે ઉત્તર ગુજરાતમાં વાદળોની પાંખી હાજરીને ઉઘાડ નીકળતાં 24 કલાકમાં પારો 4 ડિગ્રી ઉચકાયો હતો. જેને લઇ ડીસાનું તાપમાન 33.6 ડિગ્રી સાથે ઉત્તર ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. બીજી બાજુ ભારે ઉકળાટનો કહેર સમગ્ર ઉત્તર ગુજરાતમાં જોવા મળ્યો હતો.
પાંચ મુખ્ય શહેરોમાં માત્ર 24 કલાકમાં ગરમીનો 29 ડિગ્રીની આસપાસ રહેતો પારો 30.0 ડિગ્રીની ઉપર નોંધાયો હતો. 4 ડિગ્રીના વધારા વચ્ચે સૌથી વધુ તાપમાન ડીસા નું 33.6 ડિગ્રી જ્યારે મહેસાણાનાં 31.9 ડિગ્રી, પાટણનું 32.0 ડિગ્રી, ઇડરનું 30 ડિગ્રી અને મોડાસા નું 31.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. સાંજે 6 વાગ્યા બાદ વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી.