Loading...

હનુમંત હેડુવાના પૂર્વ સરપંચે મહિલા તલાટી પર હુમલો કર્યો

તલાટીએ નોટિસની બજવણી કરતાં પિત્તો ગયો

Divya Bhaskar Sep 12, 2018, 03:06 AM
હનુમંત હેડુવા ગામે દબાણ હટાવવા નોટિસની બજવણી કરાવનાર મહિલા તલાટી પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર ગામના પૂર્વ સરપંચ સામે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

મહેસાણાની હનુમંત હેડુવા પંચાયતમાં તલાટી તરીકે ફરજ બજાવતાં પ્રવિણાબેન નરોત્તમદાસ જાદવે સોમવારે બપોરે પટાવાળા મારફતે પૂર્વ સરપંચ જગાજી ચેનાજી ઠાકોરને દબાણ હટાવવા નોટિસની બજવણી કરાવી હતી. જેને પગલે ઉશ્કેરાયેલા જગાજીએ પંચાયતમાં આવી શાની નોટિસો મોકલો છો તેમ કહી તલાટી પ્રવિણાબેનની સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરી જાતિવાચક શબ્દો કહી અપમાનિત કરી હુમલો કર્યો હતો.જાનથી મારી નાખવાની ધમકી આપનાર જગાજી ઠાકોર સામે મહિલા તલાટીએ તાલુકા પોલીસ સ્ટેશનમાં એટ્રોસીટી સહિતના મુદ્દે ફરિયાદ આપતાં એસસીએસટી સેલના ડીવાયએસપીએ તપાસ હાથ ધરી છે.

તલાટી પ્રવિણાબેન જાદવે કહ્યું કે, જગાજી ઠાકોરે નોટિસ વાંચ્યા વિના ફાડી નાખી છે તેમ કહી હુમલો કરી ધમકી આપી હતી.

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Mehsana - હનુમંત હેડુવાના પૂર્વ સરપંચે મહિલા તલાટી પર હુમલો કર્યો
(News in Gujarati from Divya Bhaskar)