કડીના વૃદ્ધને સ્વાઇન ફ્લુ પોઝિટિવ ધનસુરાના ઉજળેશ્વરમાં બાળકીનું મોત

News - આરોગ્ય વિભાગ દ્વારા પરિવારના 4 સભ્યોને રસીકરણ કરાયું

Divyabhaskar.com Sep 12, 2018, 03:06 AM IST
કડીના 60 વર્ષના વૃદ્ધને સ્વાઇન ફ્લુ પોઝિટિવ હોવાનું નિદાન થતાં તેમને તાત્કાલિક અમદાવાદ સિવિલમાં ખસેડાયા છે. જ્યારે ધનસુરાના ઉજળેશ્વરની બાળકનું સ્વાઈન ફલૂથી મોત નીપજ્યું હતું.

કડીના વૃદ્ધને 5 દિવસ પૂર્વે ગળામાં દુ:ખાવાની ફરિયાદ સાથે તાવ અને શરદી થતાં તબિયતમાં સુધારો ના જણાતાં તબીબે જરૂરી ટેસ્ટ કરાવતાં તેમને સ્વાઇન ફ્લુના લક્ષણો જણાતાં અમદાવાદ સિવિલમાં ખસેડવા સૂચના આપી હતી. જેને પગલે હાલમાં અમદાવાદ સિવિલમાં સારવાર લઇ રહેલા વૃદ્ધ સંબંધે જિલ્લા આરોગ્ય વિભાગે જરૂરી રિપોર્ટ તૈયાર કર્યો છે. બીજી બાજુ તેમના સતત સંપર્કમાં રહેલા પરિવારના 4 સભ્યોને જરૂરી રસી આપવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. 160 મકાનોમાં પણ આરોગ્યની ટીમે સર્વેલન્સ કામગીરી હાથ ધરાઈ હતી.

ધનસુરાના ઉજળેશ્વર ગામના કૃણાલગીરી જશવંતગીરી ગોસ્વામી ની 10 માસની બાળકી હેતાંશીને ગત બુધવારે તાવ-શરદીની તકલીફ થતાં અમદાવાદની લઈ ગયા હતા. જ્યાં ટેસ્ટ કરાવતા સ્વાઈન ફ્લૂ પોઝિટિવ આવતા આઈસીયુમાં દાખલ કરાઇ હતી. ત્યાં સારવાર દરમિયાન બાળકીનું મંગળવારે મોત નીપજ્યું હતું.

ચાલુ વર્ષમાં સ્વાઇન ફ્લુના 4 કેસ નોંધાયા

આરોગ્ય વિભાગના આંકડા મુજબ, ચાલુ વર્ષમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી માં સ્વાઇન ફ્લુના 2 કેસ નોંધાયા હતા અને ત્યાર બાદ સમયાં તરે વધુ બે કેસ નોંધાતાં હાલમાં સ્વાઇન ફ્લુના કુલ 4 કેસ નોંધાયા છે.

Share
Next Story

22 દિવસ પછીયે પીઓપીની મૂર્તિઓનો 90 ટકા ભાગ વિસર્જિત ના થયો

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Mehsana - કડીના વૃદ્ધને સ્વાઇન ફ્લુ પોઝિટિવ ધનસુરાના ઉજળેશ્વરમાં બાળકીનું મોત
(News in Gujarati from Divya Bhaskar)