મહેસાણામાં પહેલીવાર ગણેશ વિસર્જન માટે પરા તળાવ પાસે કુંડ બનાવાશે

News - શ્રદ્ધાળુઓને વિસર્જન માટે હવે દૂર નહીં જવું પડે, જગ્યાને કોર્ડન કરી પાલિકાના કર્મીઓને ફરજ સોંપાશે, મોટા ગણેશ...

Divyabhaskar.com Sep 12, 2018, 03:06 AM IST
13મી ગણેશોત્સવ શરૂ થઇ રહ્યો છે. મહેસાણા શહેરમાં સોસાયટીઓ, જાહેર ઉત્સવોની સાથે અનેક શ્રદ્ધાળુઓ ઘરમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરે છે. લોકો 1, 2, 3, 5 કે 11 દિવસે ગણેશજીની મૂર્તિનું ભારે ઉમંગ અને શ્રદ્ધા સાથે વિસર્જન કરતા હોય છે. આ વર્ષે વરસાદના અભાવે તળાવો ખાલી પડ્યા છે ત્યારે શ્રદ્ધાળુઓની આસ્થા જળવાઇ રહે તે માટે નગરપાલિકા દ્વારા શહેરમાં પહેલીવાર પરા તળાવની બાજુમાં 10 ફૂટ ઊંડો કુંડ બનાવી તેમાં પાણી ભરશે. જે બુધવારે સાંજ સુધીમાં તૈયાર કરી દેવાનું આયોજન છે.

શહેરના પરા તળાવની બાજુમાં 10 ફૂટ ઊંડાઇનો ગણેશ વિસર્જન કુંડ બુધવારે પાલિકા તંત્ર બનાવશે અને કુંડને લાઇનર લગાવીને શુધ્ધ પાણીથી ભરવામાં આવશે. કુંડ ફરતે લાઇટિંગ પણ કરાશે. અહીં આકસ્મિક અકસ્માત ન સર્જાય તે માટે જગ્યાને કોર્ડન કરાશે અને વ્યવસ્થા સાચવવા પાલિકાના કર્મીઓને ફરજ પણ સોંપવામાં આવશે. શુક્રવારથી ગણેશ વિસર્જન થઇ શકે તે માટે કુંડ પૂર્ણ રીતે તૈયાર કરી દેવાશે તેમ પાલિકાના સૂત્રોએ કહ્યું હતું. જેમાં મોટા ગણેશ મૂર્તિના કુંડમાં વિસર્જનના દિવસે ક્રેઇનની સુવિધા કરાશે.

પ્રદૂષણ અટકે અને શ્રદ્ધાળુઓને દૂર ન જવું પડે

નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકીએ જણાવ્યું કે, શહેરમાં ગણેશ સ્થાપન કરતા શ્રદ્ધાળુઓને બહાર વિસર્જન કરવા ન જવું પડે તે માટે કુંડની વ્યવસ્થા ફ્લડ લાઇટ સાથે કરાશે. ચીફ ઓફિસર જીગર પટેલે જણાવ્યું કે, પ્રદૂષણ ન થાય, શ્રદ્ધાળુઓને દૂર સુધી ન જવું પડે તેવા હેતુથી પહેલીવાર કુંડ બનાવવાનું આયોજન પાલિકા દ્વારા કરાયું છે. શહેરીજનો દ્વારા આ કુંડમાં જ મૂર્તિ વિસર્જન કરે તેવી અપીલ છે.

Share
Next Story

22 દિવસ પછીયે પીઓપીની મૂર્તિઓનો 90 ટકા ભાગ વિસર્જિત ના થયો

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Mehsana - મહેસાણામાં પહેલીવાર ગણેશ વિસર્જન માટે પરા તળાવ પાસે કુંડ બનાવાશે
(News in Gujarati from Divya Bhaskar)