Loading...

યુ ટ્યુબ પર વીડિયો જોઇ મહેસાણાની છાત્રાઓએ 2 કલાકમાં માટીના 25 ગણેશ બનાવ્યા

મહેસાણાની એમએમવી સાર્વજનિક કન્યા વિદ્યાલયમાં મંગળવારે ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિની સ્પર્ધા હતી. જેમાં 50...

Divya Bhaskar Sep 12, 2018, 03:06 AM
મહેસાણાની એમએમવી સાર્વજનિક કન્યા વિદ્યાલયમાં મંગળવારે ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિની સ્પર્ધા હતી. જેમાં 50 છાત્રાઓએ બે- બેના ગૃપમાં બેસી બે કલાકમાં ગણેશની 25 મૂર્તિ તૈયાર કરી હતી. આ છાત્રાઓ યુ ટ્યુબ પર વીડિયો જોઇને ગણેશ બનાવતાં શીખી હતી. મૂર્તિ બનાવવા ઘરેથી જ ચીકણી માટી અને સજાવટની સામગ્રી લાવી હતી. પ્રતિમાઓનું પ્રદર્શન પણ યોજાયું. શ્રેષ્ઠ મૂર્તિ બનાવનાર છાત્રાઓને લાયન્સ કબલના પ્રમુખ બેચરભાઇ પટેલ, પ્રહલાદભાઇ પટેલ, કનૈલાલાલ પટેલ, આચાર્યા ઉષાબેન ચૌધરી, એનએસએસના કૌશિકભાઇ કામનના હસ્તે ઇનામ આપ્યાં હતાં.આચાર્યા ઉષાબેન ચૌધરીએ કહ્યું કે, દિવ્ય ભાસ્કરના ઇકો ફ્રેન્ડલી ગણેશનું અભિયાન પ્રેરણાદાયી છે.

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Mehsana - યુ ટ્યુબ પર વીડિયો જોઇ મહેસાણાની છાત્રાઓએ 2 કલાકમાં માટીના 25 ગણેશ બનાવ્યા
(News in Gujarati from Divya Bhaskar)