મતાધિકાર / વિસનગર શહેર કરતાં ગામડાંઓમાં ઊંચુ મતદાન

  • વિસનગર તાલુકામાં લોકસભાની ચૂંટણી માટે પાંચ વાગ્યા સુધી 62.21 ટકા મતદાન નોંધાયું હતું
Divyabhaskar.com Apr 24, 2019, 08:20 AM IST

વિસનગર : તાલુકામાં લોકસભાની ચૂંટણી માટે પાંચ વાગ્યા સુધી 62.21 ટકા મતદાન નોંધાયું હતું. મંડીબજારમાં થયેલ બોલાચાલીને બાદ કરતાં શહેર અને તાલુકામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું. 

શહેરના ફતેહ દરવાજા, નૂતન સ્કુલ, એમ.એન.કોલેજ, જવાહર સ્કુલ સહિતના મોટા બુથો ઉપર વહેલી સવારથી મતદારો ઉમટી પડ્યા હતા જો કે દસ વાગ્યા બાદ મતદારોમાં ઘટાડો જોવા મળતાં મતદાન નિરસ થઇ ગયું હતું. જ્યારે તાલુકામાં પણ મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. 

દિવસભર ચાલેલા મતદાનમાં મંડી બજારની ઘટનાને બાદ કરતાં શહેર અને તાલુકામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થવા પામ્યું હતું હતું. જેમાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં 73351 પુરૂષ, 62626 સ્ત્રી મળી 135977 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને 62.21 ટકા મતદાન નોંધાયું હતું. 

મયુરપાર્ક સોસાયટીમાં રહેતા 85 વર્ષીય ડો.ઇશ્વરલાલ ઓઝા પડી જવાથી પગના થાપાના ભાગે ઇજા થઇ  હોવાથી તબીબે તેમને ચાલવાની ના પાડી હતી જો કે તેમને પહેલાંથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા હોવાથી તેમના પાડોશમાં રહેતા ડો.કાન્તિભાઇ પટેલને સાથે લઇ તેમની મદદથી મતદાન કરવા માટે આવ્યા હતા.

કોમર્સ કોલેજમાં 25 વર્ષ અધ્યાપક તરીકે ફરજ બજાવી છેલ્લા બે વર્ષથી વડોદરા જિલ્લાના સાવલીમાં પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવતા અને વડોદરા ખાતે રહેતા ડો.આશિષભાઇ દવે તેમના પત્ની ગીતાબેન સાથે વડોદરાથી વિસનગર મત આપવા આવ્યા હતા. 

Share
Next Story

મહેસાણા | ખેડૂતો -પશુપાલકોની નારાજગી મતદાનમાં દેખાઇ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: villagers did more voting than visnagar city
(News in Gujarati from Divya Bhaskar)