કડીમાં ઘનશ્યામ મહારાજ શતાબ્દી મહોત્સવ અંતર્ગત સુવર્ણ સિંહાસનમાં બિરાજ્યા ભગવાન

ધર્મને અનુસરનારી જનતામાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનનાર સત્સંગીઓ બહોળા પ્રમાણમાં વર્ષોથી વસે છે

Divyabhaskar.com Sep 12, 2018, 05:18 PM IST

કડી: ગરવી ગુજરાત રાજ્યની સોનાની દડી એટલે કડી નગરી.આ કડી શહેર-પ્રાંત સલ્તન કાળથી “કિલ્લેકડી” તરીકે અસ્તિત્વમાં હતું. ગાયકવાડોએ તેમનું રાજ્ય વડોદરામાં સ્થાપ્યું ત્યારે ઉત્તર ગુજરાતમાં વહીવટ માટે રાજધાનીની પસંદગી પાટણ ઉપર ઉતારી. આ સ્થળ તેમને દૂર પડતું હોવાથી ઉત્તરપ્રાંતના પ્રાચીન-ઐતિહાસિક શહેર કડીને વડું મથક બનાવ્યું હતું. કિલ્લેકડી, કસ્બેકડી, કડીકલોલ, કડી સોનાની દડી વગેરે ઉપનામોથી ઓળખાતા આ વિકસિત નગર કડીની પ્રજા ધાર્મિક અને સંસ્કારી છે. તે તે ધર્મને અનુસરનારી જનતામાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનનાર સત્સંગીઓ બહોળા પ્રમાણમાં વર્ષોથી વસે છે.


અહીંયાં 125 વર્ષ કરતાં વધારે જૂનું સ્વામિનારાયણ મંદિર હતું. હાલમાં તે સ્થાને આરસપહાણનું અતિ દિવ્ય અને ભવ્યાતિભવ્ય સ્વામિનારાયણ મંદિર શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર દીસે છે.  સ્વામિનારાયણ ભગવાનના દ્વિતીય સાર્વભૌમ વારસદાર નિર્ગુણદાસજી સ્વામીબાપાએ બનાવેલું મંદિર જેનો “સહજાનંદ સ્વામી મહારાજ શતરજત જયંતી મહોત્સવ” ધામધૂમથી અને દબદબાભેર ઉજવાયો હતો. 


મંદિરમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજ- સ્વામિનારાયણ ભગવાન જેનો પ્રતિષ્ઠાવિધિ શ્રીજી જીવનપ્રાણ અબજીબાપાશ્રીએ આજના પાવનકારી શુભ દિને સંવત 1975 મહાસુદ તેરસના પરમ પવિત્ર દિવસે પૂર્ણ શાસ્ત્રોક્ત વિધિસર દબદબાભેર કરવામાં આવ્યો હતો. પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ આરતી બાપાએ, સ્વામિનારાયણ ભગવાનના તૃતીય સાર્વભૌમ વારસદાર ઈશ્વરચરણદાસજી સ્વામી અને મૂળીના ધર્મ કિશોરદાસજી સ્વામી, સદગુરુ ઘનશ્યામ જીવનદાસજી સ્વામી આદિ અનેક સંતોએ સાથે મળીને ઉતારી હતી.
 

જેનો ચાલુ સાલે  “ઘનશ્યામ મહારાજ શતાબ્દી મહોત્સવ” ઉજવાશે. જેમાં આજે ઘનશ્યામ મહારાજ શતાબ્દી મહોત્સવ અંતર્ગત નૂતન અને મનોરમ્ય કલાત્મક સ્વર્ણિમ સિંહાસનમાં શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રીજી જીવનપ્રાણ અબજીબાપાશ્રી, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર જીવનપ્રાણ સ્વામીબાપા અને સાર્વભૌમ નાદવંશ પરંપરા આદિ મૂર્તિઓ બિરાજમાન થયા હતા. સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે સુવર્ણ સિંહાસનનું અનાવરણ કર્યું હતું. આ અવસરને સહુકોઈએ ગગનભેદી જયનાદોથી વધાવી લીધું હતું. ત્યારબાદ પૂજન અર્ચન કરી, થાળ અર્પણ, નિરાજન કરી હતી. ઉપરાંત યજ્ઞોપવિત સમૈયા પ્રસંગે મહાપૂજા, પારાયણ, આશીર્વાદ આદિ કાર્યક્રમોને માણી હજારો હરિભક્તો યથાસ્થાને ગયા હતા.

 

વધુ તસવીર જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

Share
Next Story

ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સં3ના હોદ્દેદારોની વરણી

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Ganshyam Maharaj Mahotsav In Kadi, Lord Krishna Set On Golden Bench
(News in Gujarati from Divya Bhaskar)