બબાલ / કડીના કુંડાળમાં મતદાનમાં ગેરરીતિની બાબલમાં બે કોંગીઓ પર હુમલો

  • સોનાનો દોરો અને રોકડ રૂ. 5 હજાર લૂંટી લીધા
  • ફેરમતદાનની માંગણી સાથે હડતાલની ચીમકી
Divyabhaskar.com Apr 24, 2019, 08:44 AM IST

મહેસાણાઃ મતદાન દરમિયાન કડીના કુંડાળગામે મતદાન કેન્દ્રમા ગેરરીતીની મળેલી ફરિયાદ અંતર્ગત ચકાસણી અર્થે ગયેલા કોગ્રેસના લીગલ સેલના કન્વીનર સહિત બન્ને વકીલોને 40થી વધુના ટોળાએ પ્રવેશતા અટકાવી મારમારી કારનો કાચ ફોડી નુકશાન કર્યુ હતુ.જીવ બચાવીને ભાગેલા વકીલોના રૂ 5હજાર,સોનાનોદોરો અને ઘડિયાલ જપાજપીમા પડી ગયા હતા.મહેસાણા સીવીલમા સારવાર માટે ખસેડાયેલ બન્ને વકીલોએ મહેસાણા ડીવાયએસપીને નિવેદન આપ્યુ હતું.

ચૂંટણી દરમિયાન કડીના કુંડાળગામની પ્રાથમિક શાળા સ્થિત મતદાન મથકમા ગેરરીતી થતી હોવાની જાણ થતા કોગ્રેસના લીગલ સેલના ચેરમેન ભુપેન્દ્રભાઇએ કન્વીનર રાજકિશોરભાઇ એન.બારોટ અને હર્ષદભાઇ એસ.રાવલને ઉપરોકત જગ્યાએ તપાસ અર્થે મોકલેલ.ઉપરોકત બુથ પર બન્ને વકીલોને હાજર લોકોએ આગળ વધતા અટકાવી પુછપરછ કરતા તેમને મતદાન રુમમા ગેરરીતીની ફરિયાદ મળતા ચકાસણી માટે જઇએ છીએ તેમ કહેતાની સાથે જ ટોળાએ તેમના પર હુમલો કર્યો હતો.

વધુ મારથી બચવા રાજકિશોરભાઇ અને હર્ષદભાઇ ભાગીને તેમની ગાડીમા બેસતા ઉશકેરાયેલા ટોળાએ કાર પર પથ્થરમારી કાચ ફોડ્યા હતા.આટલુ ઓછુ હોય તેમ ટોળાએ કારમા બેઠેલા બન્ને વકીલોને મુક્કા મારી આંખ અને શરીરના અન્ય ભાગોએ ઇજા કરી હતી અને જપાજપી દરમિયાન રાજકિશોર બારોટનો ગળામા પહેરેલો સોનાનોદોરો અને રુ 5હજાર અને હર્ષદભાઇની ઘડિયાલપડી ગઇ હતી.જાન બચાવીને ભાગેલા ઉપરોકત બન્ને વકીલોએ બનાવની જાણ કરતા જ દોડી ગયેલા લીગલ સેલના હોદ્દેદારો અને કોગી આગેવાનોની મદદથી બન્ને ઇજાગ્રસ્ત વકીલોને સારવાર માટે મહેસાણા સીવીલમા લઇ જવાયા હતા.જ્યા મહેસાણા ડીવાયએસપીએ તેમનુ નિવેદન લેવા સહિતની કામગીરી હાથધરી હતી.

ફેરમતદાનની માંગણી સાથે હડતાલની ચીમકી
કુંડાળ મતદાન મથકમા થતી ગેરરીતી અટકાવવા ગયેલા બન્ને વકીલોને મારમારવાના મુદ્દે કોગ્રેસના લીગલસેલના ચેરમેન ભુપેન્દ્રભાઇ રાવલે કહ્યું કે, સમગ્ર ઘટનાનો અમે વિરોધ કરીએ છીએ અને વિવાદાસ્પદ મતદાન કેન્દ્રમા પુન: મતદાનની માંગણી સાથે વકીલો ભૂખ હડતાલ પર બેસશે.

વિસનગરમાં બુથમાં લાફો મારવા મામલે બે પક્ષો વચ્ચે બોલાચાલી
વિસનગર શહેરના મંડીબજારમાં આવેલા પ્રકાશ વિદ્યાલયના બુથ ઉપર પાલિકાના મહિલા કોર્પોરેટરના પતિ અને ભાજપ કાર્યકર વચ્ચે મતદાન બાબતે થયેલ બોલાચાલી બાદ ભાજપ કાર્યકરને લાફો માર્યા હોવાની વાત મતદાન મથક બહાર આવતાં ઘટના સ્થળે લોકોનાં ટોળા એકઠા થયા હતા જ્યાં ભારે બોલાચાલી થતાં પરિસ્થિતિ વણસી હતી જો કે પોલીસે દોડી આવી સમજાવટ કરતાં મામલો થાળે પડ્યો હતો. 

વિસનગર શહેરના મંડી બજારમાં આવેલા પ્રકાશ વિદ્યાલયમાં મંગળવારે બપોરે એક કલાકે મતદાન ચાલુ હતુ તે દરમિયાન પાલિકાના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિ મુસ્તાક સીંધી અને ભાજપના કાર્યકર રોનક સોની વચ્ચે મતદાન બાબતે બોલચાલી થવા પામી હતી જેમાં મુસ્તાક સીંધીએ રોનકને લાફો મારી દીધો હોવાની વાત મતદાન મથકના બહાર ફેલાઇ જતાં ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા અને ભારે બોલાચાલી થતાં પરિસ્થિતિ વણસી હતી જેના પગલે ભાજપ-કોંગ્રેસના અગ્રણીઓ દોડી આવ્યા હતા. જ્યાં ઘટના સ્થળે દોડી આવેલા ડીવાયએસપી એમ.બી.વ્યાસ, પી.આઇ. ગામેતી સહિતના સ્ટાફે સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો.

Share
Next Story

મતાધિકાર / વિસનગર શહેર કરતાં ગામડાંઓમાં ઊંચુ મતદાન

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: attack on two congress supporter in village of kundala during voting
(News in Gujarati from Divya Bhaskar)