લોકસભા / ધનસુરાના કોલવડામાં 1300 માંથી માત્ર 40 મતદારોનું મતદાન

  • પડતર માંગણી અને પાણીના મુદ્દે  લોકોનો ચૂંટણી બહિષ્કાર કર્યો 
Divyabhaskar.com Apr 24, 2019, 09:45 AM IST

ધનસુરા: દેશભર માં  લોકશાહી ના  પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકા ના કોલવડા ગામના લોકો દ્વારા પડતર માંગણીઓ અને પાણીના મુદ્દે  લોકો એ ચૂંટણી નો બહિષ્કાર કર્યો હતો.કોલવડાના લોકોએ પાણી મુદ્દે  ચૂંટણી નો  બહિષ્કાર  કર્યો  હતો.અને કોલવડા  ગામમાં 1300 મતદારો માંથી માત્ર 67  મતદારો એ પોતાનું મતદાન કર્યું  હતું. બુથ નંબર 1- મા 817 માંથી 51 લોકો એજ મતદાન કર્યું હતું.જ્યારે બુથ નંબર -2 મા 431 માંથી માત્ર 16 લોકો એ જ મતદાન  કર્યું હતું.

આ સમાચાર મળતા  જિલ્લા તંત્ર દોડતું થયું  હતું. અને અધિકારીઓ દ્વારા કોલવડા ના ગ્રામજનો ને સમજાવવા નો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ આ પ્રયાસ નિષફળ ગયો હતો 1300 મતદારોમાંથી માત્ર 40 મતદારોનું જ મતદાન થતા.તંત્ર ની સાથે ભાજપ અને કોંગ્રેસ માટે પણ ચિંતા  નો વિષય બન્યો હતો. નોધનીય છે કે ચૂંટણી અગાઉ ગામ લોકો એ એક થઇ ને રજુઆતો તેમજ આવેદનપત્ર પણ આપ્યું હતું કે ગામ ની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો ચૂંટણી નો બહિષ્કાર કરવામાં આવશે  ઈવી ચીમકી  ઉચ્ચારી હતી .આ માટે ગામ લોકોએ આગાઉ ગણા  કાર્યક્રમો પણ કર્યા હતા. આ સમસ્યાઓનું  નિરાકરણ ણ આવતા કોલવડા ગામ ના લોકો એ ચૂંટણી નો બહિષ્કાર  કર્યો હતો અને ગામ ના મોટાભાગ ના લોકો એ મતદાન કર્યું ણ હતું.

Next Story

પેટાચૂંટણી / ઊંઝા વિધાનસભામાં અંદાજે 65 ટકા મતદાન

Next

Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 40 voter caste their vote in kolavda village of dhansura
(News in Gujarati from Divya Bhaskar)