અંબાજીમાં પદયાત્રીઓની સુરક્ષાને લઈ 196 સ્થળે CCTVકેમેરાની બાજનજર

News - ભાદરવી પૂનમના મહામેળાની વહીવટી તંત્રની તૈયારીઓ અંતિમ ચરણોમાં

Divyabhaskar.com Sep 11, 2018, 03:20 AM IST

અંબાજી ખાતે 19 સપ્ટેમ્બરથી શરૂ થતા ભાદરવી પૂનમના મહામેળાને લઈ યાત્રાધામ વિકાસ મંત્રી દિલીપ ઠાકોર અને કલેકટરની અધ્યક્ષતામાં સોમવારે અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. પદયાત્રીઓની સુરક્ષાને ધ્યાને લઈ આ વખતે 66 સીસીટીવી કેમેરાનો વધારો કરી 196 જગ્યાએ કેમેરા લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.કલેકટરે પત્રકાર પરિષદ યોજી સુવિધાઓ અંગે માહિતી આપી હતી.

કલેકટર સંદીપ સાંગલેએ જણાવ્યું હતું કે મહામેળામા 30 લાખથી વધુ દર્શનાર્થીઓને લઇ આરોગ્ય.એસ ટી તેમજ સુરક્ષાની લઈ તંત્ર સજ્જ બન્યું છે.મેળા દરમ્યાન સુરક્ષાને લઇ ઠેરઠેર 196 જેટલા સી.સી.ટી.વી કેમેરા દ્વારા મેળા પર બાજ નજર રખાશે.આ વખતે સીસીટીવી કેમેરામાં વધારો કરાયો છે.દર્શનાર્થીઓના આરોગ્યને લઇ ક્લોરીનયુક્ત પાણીની ટાંકીઓ તેમજ 35 ટેન્કરો દોડાવવામા આવશે.

1100 એસ.ટી.બસો દોડાવાશે.બેઠકમાં ડીડીઓ બી. એ. શાહ, અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર એસ.જે. ચાવડા, યુજીવીસીએલના સુપ્રિટેન્ડન્ટ એન્જીનિયર એલ.એ.ગઢવી,પાણી પુરવઠા બોર્ડના સુપ્રીડેન્ટ એન્જીનિયર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.મેળા દરમિયાન હંગામી મોબાઈલ ટાવર પણ ઉભા કરાશે.

બેઠકમાં મેળાને લઈ અધિકારીઓ સાથે ચર્ચા કરાઈ હતી.

Share
Next Story

રતનપુરમાં મહિલાની આબરૂ લેવાનો પ્રયાસ કરતાં ચકચાર

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Palanpur - અંબાજીમાં પદયાત્રીઓની સુરક્ષાને લઈ 196 સ્થળે CCTVકેમેરાની બાજનજર
(News in Gujarati from Divya Bhaskar)