Divyabhaskar.com | Updated -Sep 11, 2018, 03:20 AM
પાલનપુરના અંબાજી હાઇવે પર આવેલી ધનિયાણા ચોકડી પાસે મુસ્તકીમ ઇસ્માઇલભાઇ શેખ (રહે.નાનીબજાર-પાલનપુર) પોતાની રિક્ષા નંબર જીજે-08-એટી-4347 લઇને ઉભા હતાં. ત્યારે ઇમરાન ઉર્ફે ભુરો ઇલિયાસભાઇ સિંધી તલવાર લઇને આવ્યો હતો અને રિક્ષાનો કાચ તોડી મુસ્તકિમભાઈની પાછળ મારવા દોડ્યો હતો. જેથી અન્ય લોકો ત્યાં આવી અને મૂસ્તકિમ ભાઇને છોડાવ્યા હતા જે બાબતે મુસ્તકીમ ભાઇએ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ઇમરાન ઉર્ફે ભુરો ઇલિયાસભાઇ સિંધીએ મુસ્તકીમ ઇલિયાસભાઇ ઘડિયાળી, અબ્દુલ સલામ બશીરભાઈ સિપાહી, હઝરુદ્દીન દાઉદભાઇ બેલીમ તેમજ સરફરાઝખાન હમીદખાન સિંધી સહિત ચાર શખ્સોએ અપશબ્દો બોલી ગડદા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.