Loading...

પીઓપીની મૂર્તિ નદી કે તળાવમાં વિસર્જન કરવા સામે પ્રતિબંધ

પીઓપીની મૂર્તિને નદી તળાવ કે ડેમમાં વિસર્જન ન કરવા કલેકટર સંદિપ સાગલેએ તાકીદ કરી તમામ પોલીસ મથકે જાણ કરી...

Divya Bhaskar Sep 12, 2018, 03:20 AM
પીઓપીની મૂર્તિને નદી તળાવ કે ડેમમાં વિસર્જન ન કરવા કલેકટર સંદિપ સાગલેએ તાકીદ કરી તમામ પોલીસ મથકે જાણ કરી છે.બનાસકાંઠા જિલ્લામાં 5 ફૂટથી ઊંચી ગણપતિની પ્રતિમાના વેચાણ સ્થાપના તેમજ જાહેર માર્ગ પર પરિવહન કરવા પર રોક લગાવી છે.

જિલ્લામાં 10 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્બર દરમિયાન ગણેશચતુર્થીની ઉજવણી દરમિયાન ગણેશજીની પ્લાસ્ટર ઓફ પેરિસની તેમજ ફાઇબરની મૂર્તિ 5 ફૂટથી વધુ ઊંચાઈની બનાવવી,વેચવી, સ્થાપના કરવી કે જાહેર માર્ગ પર પરિવહન કરવું નહીં .પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓનું નદીઓ તળાવો ડેમોમાં કૃત્રિમ તળાવો બનાવ્યા સિવાય વિસર્જન કરવા નહીં સહિત મુદ્દે કલેકટરે જાહેરનામુ઼ બહાર પાડી કડક અમલ કરવા તાકીદ કરી છે.આ ઉપરાંત ખંડીત મૂર્તિ બિનવારસી હાલતમાં છોડી દેવી નહીં તે માટે પણ તાકીદ કરાઈ છે.


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Palanpur - પીઓપીની મૂર્તિ નદી કે તળાવમાં વિસર્જન કરવા સામે પ્રતિબંધ
(News in Gujarati from Divya Bhaskar)