અંબાજીમાં 20 માઇક્રોનથી ઓછી પ્લાસ્ટીકની કોથળી પર પ્રતિબંધ

News - ભાદરવી મહામેળાને લઈ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ પ્લાસ્ટીક પ્રતિબંધના અમલ માટે 7 અધિકારીઓ નિયુક્ત કરાયા ...

Divyabhaskar.com Sep 12, 2018, 03:20 AM IST
જગતજનની મા અંબાના ધામ અંબાજીમાં આ વર્ષે ભાદરવી પૂનમનો મેળો પ્લાસ્ટિક મુક્ત કરવાનું આયોજન જિલ્લા કલેક્ટર દ્વારા હાથ ધરાયું છે. જોકે અંબાજીમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ ગત વર્ષે જ ફરમાવી દેવાયો હતો અને તેના કડક અમલ માટે 7 અધિકારીઓ નિયુક્ત કરાયા હતા. ત્યારે ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન પોતાની રીતે જ પ્લાસ્ટિકની અવેજીમાં કાપડની કે કાગળની થેલી વાપરવા તાકીદ કરાઇ છે.20 માઇક્રોનથી ઓછી પ્લાસ્ટીકની કોથળી પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવાયો છે.હુકમનો ભંગ કરનાર અથવા કરાવનાર કસૂરવાર સામે પર્યાવરણ સુરક્ષા અધિનિયમની કલમ હેઠળ 5વર્ષ સુધી કેદ અથવા 1લાખ રૂપિયા સુધીના દંડ અથવા બંને શિક્ષાને પાત્ર થશે તેવું જણાવાયું હતું .

અંબાજી ખાતે 19 સપ્ટેમ્બરથી શરૂ થતા ભાદરવી પૂર્ણિમાનો મેળો પ્લાસ્ટિક મુક્ત કરવા માટેનું આયોજન વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયું છે. 16ઓગસ્ટ 17ના રોજ કાયમી પ્રતિબંધ ફરમાવી અંબાજી શહેરને પ્લાસ્ટીક ફ્રી ઝોન જાહેર કરવાનો હુકમ કરાયો હતો. જેમાં પ્લાસ્ટિકના ઉત્પાદન સામગ્રીના ઉત્પાદક જથ્થાબંધ વિક્રેતા ફેરીયા તે કોઈ પણ વ્યક્તિ પુન પ્રક્રિયામાંથી બનાવેલા પ્લાસ્ટિકમાંથી બનાવેલી છેલ્લી કોટલી કે કન્ટેનરનો ઉપયોગ કરશે નહી. 20 માઇક્રોનથી ઓછી પ્લાસ્ટીકની કોથળી પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે .

આ અધિકારીઓની નિમણૂંક

પ્રાંત અધિકારી દાંતા ,મામલતદાર દાંતા ,

મદદનીશ કમિશનર ફૂડ ડ્રગ વિભાગ,

જનરલ મેનેજર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર,

મદદનીશ નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન પાલનપુર, તલાટી અંબાજી ગ્રામ પંચાયત , ટેમ્પલ ઇન્સ્પેક્ટર અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ

Share
Next Story

વિસનગરનો પરિવાર સાત વર્ષથી માટીના ગણપતિની મૂર્તિ બનાવે છે

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Palanpur - અંબાજીમાં 20 માઇક્રોનથી ઓછી પ્લાસ્ટીકની કોથળી પર પ્રતિબંધ
(News in Gujarati from Divya Bhaskar)