પાલનપુરમાં છાત્રોને ઓનલાઈન બેન્કીંગથી માહિતગાર કરાયા

News - બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત, આર.આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ અને સી.એલ. પરીખ કોમર્સ કોલેજ, પાલનપુરમાં...

Divyabhaskar.com Sep 12, 2018, 03:17 AM IST
બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત, આર.આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ અને સી.એલ. પરીખ કોમર્સ કોલેજ, પાલનપુરમાં ગુરુવારે કોલેજના વિદ્યાર્થીઓને ઓનલાઇન બેંકીંગ, ભીમ બરોડા પે એપ્લિકેશન, કસ્ટમર સર્વિસ અંગેની સમજ બેન્ક ઓફ બરોડા, હાઇવે બ્રાન્ચના પાલનપુર બ્રાન્ચ મેનેજર પુષ્પ સ્મિતા સિંઘ અને અન્ય કર્મચારીઓ દ્વારા આપવામાં આવી હતી.

આ એપ્લિકેશનની સમજ કોલેજના અંદાજે 1000 થી વધુ વિદ્યાર્થીઓએ લીધી હતી તેમજ આ વિદ્યાર્થીઓના સ્કોલરશીપ માટે સેવિંગ એકાઉન્ટ ઓપન કરવામાં આવ્યા હતા.

ઉપરાંત બેન્કના કર્મચારીઓ દ્વારા ટીચર્સ ડે નિમિત્તે સાયન્સ કોમર્સ ના સમગ્ર સ્ટાફને સ્મૃતિચિહન આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ ઓનલાઇન બેંકીંગ, કેસલેસ ટ્રાઝેકશન અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં બેન્ક ઓફ બરોડા, પાલનપુરના સુનંદા કુંવર, પલાશ ગેહલોત, ઉવેશ વસાવા, રવિકુમાર, હિતેશભાઇ, કિરીટ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા. બી.પી. ધંધુકીઆએ કર્યું હતું. વિદ્યાર્થીઓને કોલેજમાં બેન્ક એકાઉન્ટ ઓપન કરવા અને તેની સમજણ મેળવવા માટે આ કાર્યક્રમનું આયોજન કોલેજના પ્રિન્સીપાલ ડૉ. યોગેશ બી. ડબગરે કર્યું હતું.

Share
Next Story

પાલનપુરમાં આંગણવાડી બહેનો દ્વારા પ્રભાતફેરી

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Palanpur - પાલનપુરમાં છાત્રોને ઓનલાઈન બેન્કીંગથી માહિતગાર કરાયા
(News in Gujarati from Divya Bhaskar)