લોકેશ રાહુલ એક ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ કેચ પકડનાર ભારતીય બન્યો, દ્રવિડને છોડ્યો પાછળ

લોકેશ રાહુલે એક ટેસ્ટ સિરીઝમાં 14 કેચ પકડીને રાહુલ દ્રવિડને પાછળ છોડ્યો

Divyabhaskar.com Sep 11, 2018, 09:38 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રમાઇ રહેલી ટેસ્ટ સિરીઝમાં ભારતીય ઓપનર લોકેશ રાહુલ રન બનાવવામાં નિષ્ફળ રહ્યો હોય પરંતુ ફિલ્ડિંગમાં તેને નવો રેકોર્ડ બનાવ્યો છે. લોકેશ રાહુલ એક ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ 14 કેચ પકડનાર ખેલાડી બની ગયો છે, તેને આ મામલે રાહુલ દ્રવિડના 13 કેચને પાછળ છોડ્યો હતો. લોકેશ રાહુલે બેન સ્ટોક્સનો કેચ પકડતાની સાથે રાહુલ દ્રવિડને પાછલ છોડ્યો હતો.

 

દ્રવિડે પકડ્યા હતા 13 કેચ

 

રાહુલ દ્રવિડે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 2004-05માં 4 ટેસ્ટની સિરીઝમાં 13 કેચ પકડ્યા હતા. આ મામલે ત્રીજા સ્થાને 12 કેચ સાથે એકનાથ સોલ્કર છે, તેમણે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ 1972-73માં આમ કર્યુ હતું. જો ભારતની સાથે સાથે તમામ દેશના ખેલાડીઓની વાત કરીએ તો સૌથી વધુ કેચ પકડવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના જેએમ ગ્રેગરીના નામે છે, તેમણે 1920-21માં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ એશિઝ સિરીઝમાં 15 કેચ પકડ્યા હતા.

રાહુલે કરી ગ્રેગ ચેપલની બરાબરી: નોટિંઘમ ટેસ્ટમાં 7 કેચ પકડનારા રાહુલે પૂર્વ ભારતીય કોચ ગ્રેગ ચેપલની બરાબરી કરી લીધી છે. ચેપલે 1974-75માં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ એશિઝ સિરીઝમાં 14 કેચ પકડ્યા હતા. ચેપલ 2005થી 2007 સુધી ભારતના કોચ હતા. રાહુલ ઇંગ્લેન્ડમાં સૌથી વધુ કેચ પકડનાર ખેલાડી છે. આ મામલે તેની પાછળ ઇંગ્લેન્ડનો જ એલિસ્ટર કુક છે, તેને આ સિરીઝણાં 13 કેચ પકડ્યા છે. કુક પાસે રાહુલને પાછળ છોડવાની તક છે.

 

Ind Vs Eng 5મી ટેસ્ટ:એલિસ્ટર કૂક પોતાની પહેલી અને અંતિમ ટેસ્ટમાં સદી કરનાર વિશ્વનો પાંચમો ખેલાડી બન્યો

 

Share
Next Story

33 બીયરની બોટલ સાથે કુકને મળી ફેરવેલ પાર્ટી, ઇંગ્લિશ મીડિયાએ આપી અનોખી ગિફ્ટ

Next

Loading...

Recommended News

Sports News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: KL Rahul went past Rahul Dravid to become player with most number of catches in a Test series
(News in Gujarati from Divya Bhaskar)