Loading...

ICC રેન્કિંગ: શરમજનક હાર છતા ટીમ ઇન્ડિયા નંબર વન, ઇંગ્લેન્ડ ચોથા સ્થાને પહોચ્યું

ટેસ્ટ રેન્કિંગમાં વિરાટ કોહલી નંબર-1 બેટ્સમેન, જેમ્સ એન્ડરસન નંબર-1 બોલર

Divya Bhaskar Sep 12, 2018, 05:40 PM

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટોચના સ્થાને યથાવત છે પરંતુ ઇંગ્લેન્ડ પાંચ મેચની શ્રેણીમાં 4-1ની જીત સાથે ચોથા સ્થાને પહોચી ગયુ છે.વિરાટ કોહલીની આગેવાની ધરાવતી ભારતીય ટીમે શ્રેણીની શરૂઆત 125 અંક સાથે કરી હતી પરંતુ સિરીઝ ગુમાવ્યા બાદ તેના 115 અંક થઇ ગયા છે.

ભારત ટેસ્ટ રેન્કિંગમાં ટોચ પર

ઇંગ્લેન્ડ શ્રેણીની શરૂઆતમાં 97 અંક સાથે પાંચમા સ્થાને હતી પરંતુ ભારત સામે જીતથી તેને ફાયદો થયો છે. ઇંગ્લેન્ડ ન્યૂઝીલેન્ડને પાછળ છોડતા 105 અંક સાથે ચોથા સ્થાને પહોચી ગઇ છે. જો રૂટની ઇંગ્લેન્ડની ટીમ હવે દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાથી માત્ર એક અંક પાછળ છે. બન્ને ટીમના 106 અંક છે. ન્યૂઝીલેન્ડના 102 અંક છે જે આ ચાર ટીમો વચ્ચે હવે માત્ર પાંચ અંકનું અંતર છે.

વિરાટ કોહલી નંબર-1 બેટ્સમેન

બેટ્સમેનોની વાત કરીએ તો ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી 930 અંક સાથે નંબર-1 છે. ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ 929 અંક સાથે બીજા નંબર પર છે.જો રૂટ 835 અંક સાથે ચોથા સ્થાને છે. ચેતેશ્વર પૂજારા 772 અંક સાથે છઠ્ઠા નંબર પર છે.

એન્ડરસન નંબર-1 બોલર

ઇંગ્લેન્ડનો જેમ્સ એન્ડરસન 899 અંક સાથે નંબર-1 બોલર છે. રવિન્દ્ર જાડેજા 814 અંક સાથે ચોથા નંબર પર છે. જ્યારે આર.અશ્વિન 769 અંક સાથે આઠમા સ્થાને છે.

જાડેજા નંબર-2 ઓલ રાઉન્ડર

ઓલ રાઉન્ડરની વાત કરીએ તો બાંગ્લાદેશનો શાકિબ અલ હસન 420 અંક સાથે નંબર વન ઓલ રાઉન્ડર છે. બીજા નંબર પર રવિન્દ્ર જાડેજા છે. જાડેજાના 383 અંક છે. અશ્વિન 434 અંક સાથે પાંચમા નંબર પર છે.

Recommended


Loading...
Sports News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: ICC Test Ranking: Team India On Top England move up to fourth position
(News in Gujarati from Divya Bhaskar)