આ 5 કારણ જેને કારણે ભારતનો થયો શરમજનક પરાજય, અંગ્રેજોએ વસુલ કર્યુ ડબલ 'લગાન'

ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝમાં ભારતનો 1-4થી પરાજય થયો, ટીમ પસંદગીમાં વિરાટ-શાસ્ત્રીએ કર્યા ડખા

Divyabhaskar.com Sep 12, 2018, 03:23 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ઇંગ્લેન્ડે 5 મેચની ટેસ્ટ સિરીઝમાં ભારતને 4-1થી હરાવ્યું હતું. ટેસ્ટ સિરીઝમાં અંગ્રેજો સામે હાર્યા બાદ ક્રિકેટ જગતના દિગ્ગજ ટીમ ઇન્ડિયાની હારના સમીકરણ પર ચર્ચા કરી રહ્યાં છે. દરમિયાન DivyaBhaskar.com તમને ભારતની હારના કારણ જણાવી રહ્યું છે.

 

પ્રથમ ટેસ્ટમાં ચેતેશ્વર પૂજારાને બહાર બેસાડવાની કરી ભૂલ

 

ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટ મેચમાં ચેતેશ્વર પૂજારાને બહાર બેસાડવો પસંદગીકારોની સૌથી મોટી ભૂલ હતી. કાઉન્ટી ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન છતા પૂજારાને બહાર કરવામાં આવ્યો હતો. જોકે, મેનેજમેન્ટ ઇચ્છતી તો ધવન-રાહુલની જગ્યાએ પૂજારાને તક આપવામાં આવી શકતી હતી, જેમણે બન્ને ઇનિંગમાં ટીમને નિરાશ કર્યા હતા. ભારતનો પ્રથમ ટેસ્ટમાં 31 રને પરાજય થયો હતો. જો પૂજારા ટીમમાં હોત તો પરિણામ કઇક અલગ જ હોત.

 

કુલદીપનો સમાવવો પણ ભૂલ

 

પ્રથમ ટેસ્ટમાં શરમજનક હાર બાદ પ્લેઇંગ ઇલેવનમાં કુલદીપ યાદવને જગ્યા આપવામાં આવી હતી. જોકે, ટીમ મેનેજમેન્ટને તે વાતની ખબર હતી કે પિચ તેના અનુકૂળ નથી. પ્રથમ દિવસે સ્પષ્ટ થઇ ગયુ કે પિચ ઘણી ડ્રાઇ છે અને અહીં કુલદીપની કલાઇનો જાદુ નહી જોવા મળે. પરિણામ એ આવ્યુ કે કુલદીપને કોઇ વિકેટ મળી નહતી.

 

ઘાયલ અશ્વિનને ટીમમાં સમાવ્યો

 

ઇંગ્લેન્ડ વિરૂદ્ધ આ સિરીઝમાં ત્રીજી ટેસ્ટ જીત્યા બાદ વિરાટ કોહલી અને મેનેજમેન્ટ જાણતા હતા કે તેમનો સૌથી અનુભવી અને વિશ્વસ્તરીય સ્પિન બોલર ઘાયલ થઇ ગયો છે. આ ખબર હોવા છતા અશ્વિનને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ મેચમાં અશ્વિને માત્ર એક વિકેટ ઝડપી હતી.

 

શિખર ધવન સતત રહ્યો ફ્લોપ

 

પાંચ મેચની આ ટેસ્ટ સિરીઝમાં ટીમ ઇન્ડિયાના ઓપનર બેટ્સમેન શિખર ધવનને સતત તક આપવામાં આવી. ધવનને ટીમમાં સામેલ કરવા માટે કેટલીક વખત અન્ય બેટ્સમેનોને નજર અંદાજ કરવામાં આવ્યા. જોકે, તેમ છતા ધવન એક પણ મુકાબલામાં સારૂ પ્રદર્શન કરી શક્યો નહતો. ધવનના બેટથી આ ટેસ્ટ સિરીઝમાં એક પણ અડધી સદી લાગી નહતી.

 

હનુમા વિહારીએ આપ્યો જોરદાર જવાબ

 

ટીમ ઇન્ડિયા આ સિરીઝમાં પોતાના નબળા પક્ષને શોધવામાં નિષ્ફળ રહી હતી. આ સિરીઝમાં છઠ્ઠા નંબર પર ટીમ માટે સૌથી સારી ભૂમિકા નીભાવવા માટે હનુમા વિહારી હતો છતા તેને ચાર મેચમાં બહાર બેસાડી રાખવામાં આવ્યો હતો. હનુમા વિહારીએ પાંચમી ટેસ્ટમાં આવતા જ પોતાના બેટથી અને બોલ બન્નેથી મેનેજમેન્ટને જોરદાર જવાબ આપ્યો હતો.

 

શ્રેણી ગુમાવવાનો અર્થ એ નથી કે એકતરફી હારી ગયા, અમે નિડર થઇને રમ્યા: કોહલી

Share
Next Story

આદિલ રાશિદે નાખ્યો 21મી સદીનો સર્વશ્રેષ્ઠ બોલ, શેન વોર્નના બોલ ઓફ ધ સેન્ચુરીની અપાવી યાદ

Next

Loading...

Recommended News

Sports News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Team India Lose Test Series Against England 5 Reason
(News in Gujarati from Divya Bhaskar)