ઇંગ્લેન્ડના બેટ્સમેને 116 બોલમાં 34 સિક્સર સાથે ફટકાર્યા 316 રન, એક જ ઓવરમાં ફટકારી 6 સિક્સર

ઇંગ્લેન્ડની ક્રિકેટ ક્લબમાં એક બેટ્સમેને આક્રમક રમત રમતા ઇતિહાસ રચ્યો હતો

Divyabhaskar.com Sep 11, 2018, 05:47 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ક્રિકેટની રમતમાં ક્યારે શું થઇ જાય કોઇ નથી જાણતું, માટે તેને અનિશ્ચિતતાની રમત કહેવામાં આવે છે. આવુ જ કઇક ક્રિશ્ચિયન સિલ્કસ્ટોન નામના બેટ્સમેને કર્યુ છે.

 

સિલ્કસ્ટોને ફટકારી ત્રેવડી સદી

 

ઇંગ્લેન્ડની ક્લબ ક્રિકેટ મેચમાં ક્રિશ્ચિયન સિલ્કસ્ટોને એક એવી ઇનિંગ રમી જે ઇતિહાસ બની ગઇ હતી. સિલ્કસ્ટોને એક મેચમાં માત્ર 116 બોલમાં 316 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. ચોકાવનારી વાત એ છે કે ટીમનો કુલ સ્કોર 433 રન હતો, જેમાંથી 316 રન માત્ર ક્રિશ્ચિયન સિલ્કસ્ટોને જ બનાવ્યા હતા. પોતાની ઇનિંગ દરમિયાન સિલ્કસ્ટોને 18 ફોર અને 34 સિક્સર ફટકારી હતી. હેલીફૈક્સ ક્રિકેટ લીગ પ્રીમિયર ડિવિઝનની એક મેચમાં ટ્રાયંગલ ક્રિકેટ ક્લબના બેટ્સમેન ક્રિશ્ચિયન સિલ્કસ્ટોને થ્રોન્ટન ક્રિકેટ ક્લબ વિરૂદ્ધ આ ઐતિહાસીક ઇનિંગ રમી હતી. ક્રિશ્ચિયન સિલ્કસ્ટોનની આ ઇનિંગના દમ પર ટ્રાયંગલ ક્રિકેટ ક્લબે થ્રોન્ટન ક્રિકેટ ક્લબને 147 રને હરાવ્યું હતું.

 

એક જ ઓવરમાં ફટકારી છ સિક્સર

 

સિલ્કસ્ટોને આ 34 સિક્સરમાંથી છ સિક્સર તો એક જ ઓવરમાં ફટકારી હતી, તેને રોસ પારરની એક ઓવરમાં છ સિક્સર ફટકારી હતી.

Share
Next Story

ઈંગ્લેન્ડે ઓવલ ટેસ્ટમાં ભારતને 118 રને હરાવી 4-1થી શ્રેણી જીતી, એન્ડરસન સૌથી વધુ વિકેટ લેનારો ઝડપી બોલર

Next

Loading...

Recommended News

Sports News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Christian is smooth as Silk as he hits Halifax League record 316
(News in Gujarati from Divya Bhaskar)