1630 દર્દીઓને નિદાન, સારવાર, દવા અપાઇ
News - રાજકોટ : સરગમ ક્લબ દ્વારા નિ:શુલ્ક સર્વરોગ નિદાન, સારવાર, દવા વિતરણ તેમજ ચશ્માં, સોનોગ્રાફી, એક્સરે, લેબોરેટરી...
Divyabhaskar.com | Updated -Sep 12, 2018, 03:55 AM
રાજકોટ : સરગમ ક્લબ દ્વારા નિ:શુલ્ક સર્વરોગ નિદાન, સારવાર, દવા વિતરણ તેમજ ચશ્માં, સોનોગ્રાફી, એક્સરે, લેબોરેટરી ટેસ્ટ સહિતના કેમ્પનું આયોજન કરાયું હતું. કેમ્પનો 1630 દર્દીઓએ લાભ લીધો હતો. 80 જેટલા તબીબોએ સેવા આપી હતી. કેમ્પનું ઉદ્દઘાટન અંજલિબેન રૂપાણી, મેયર બિનાબેન આચાર્ય, કમલેશ મીરાણી વગેરેના હસ્તે થયું હતું. ગુણવંતભાઇ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ ભરતભાઇ સોલંકી, મનસુખભાઇ ધંધુકિયા, ઘનશ્યામ પરમાર, દીપક શાહ, રમેશભાઇ અકબરી વગેરે જહેમત ઉઠાવી હતી.