Loading...

VC દ્વારા લંપટ પ્રો. પંચાલને રજા પર ઉતારી દેવા કર્યો આદેશ, HOD કહ્યું મને કોઈ પ્રકારની સૂચના નથી આપી

કુલપતિનો સમગ્ર મામલો દબાવાવનો પ્રયાસ આજે NSUIએ પંચાલ મુદ્દે યુનિવર્સિટીમાં હલ્લાબોલ કર્યું હતું

Divya Bhaskar Sep 12, 2018, 12:43 AM
પ્રોફેસર નિલેશ પંચાલ

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયોસાયન્સ ભવનના લંપટ પ્રોફેસરે પીએચ.ડી.ની વિદ્યાર્થિનીની જાતીય સતામણી કર્યાના ચકચારી પ્રકરણમાં ઇન્ચાર્જ કુલપતિ ડો.નિલામ્બરીબેન દવેએ ‘કોઇનું મારી પર દબાણ નથી અને કોઇની શેહ-શરમ વગર જવાબદાર સામે પગલાં લેવાશે, મહિલા તરીકે મારી જવાબદારી મહિલાઓની સુરક્ષા પ્રત્યે વધી જાય છે’ તેવી સુફિયાણી વાતો કર્યા બાદ પ્રોફેસર નિલેશ પંચાલને રજા પર ઉતારી દેવાશે તેવી જાહેરાત કરી હતી, પરંતુ બાયોસાયન્સ ભવનના વડાને કુલપતિ કોઇ સૂચના આપે તે પૂર્વે જ લંપટ પ્રોફેસર નિલેશ પંચાલ આશ્વર્યજનક રીતે બે દિવસની રજા પર ઉતરી ગયો હતો જેનાથી કુલપતિ હજુપણ રાજરમત રમી રહ્યા છે તે સ્પષ્ટ બન્યું છે.

કોઇની પણ શેહ-શરમ વગર જવાબદાર સામે પગલાં લેવાશે તેવી શેખી મારનાર કુલપતિની હજુ પણ રાજરમત


ઇન્ચાર્જ કુલપતિ ડો.નિલામ્બરીબેન દવેએ મંગળવારે બપોરે 4.22 વાગ્યે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં લંપટ પ્રોફેસર નિલેશ પંચાલને રજા પર ઉતારી દેવા બાયોસાયન્સ ભવનના વડા ડો.એસ.પી.સિંઘને આદેશ કરાશે તેમ જણાવ્યું હતું.


ત્યારબાદ ડો.નિલામ્બરીબેન દવેએ કોઇ આદેશ કર્યો છે કે કેમ, તે જાણવા બાયોસાયન્સ ભવનના વડા સાંજે 6.12 વાગ્યે ડો.એસ.પી.સિંઘનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, ઇન્ચાર્જ કુલપતિનો હજુ સુધી કોઇ આદેશ આવ્યો નથી પરંતુ મંગળવારે રજા પર ઉતરી ગયેલા પ્રોફેસર નિલેશ પંચાલે ઇ-મેલ કરી અંગત કારણોસર બે દિવસની રજા પર ઉતરી રહ્યાની જાણ કરી હતી.


આ બાબતે સાંજે 6.14 વાગ્યે ઇન્ચાર્જ કુલપતિ ડો.નિલામ્બરીબેનનો સંપર્ક કરતા તેઓ જણાવ્યું હતું કે, ડો.એસ.પી.સિંઘને નિલેશ પંચાલને રજા પર ઉતારી દેવા સૂચના આપી હતી, પરંતુ તે પહેલા જ પંચાલ બે દિવસની રજા પર ઉતરી ગયાનો મેલ આવી ગયો હતો. જે બાબતે સાંજે 6.15 વાગ્યે બાયોસાયન્સ ભવનના વડા ડો.એસ.પી.સિંઘ સાથે વાત કરતા તેઓએ ડો.નિલામ્બરીબેન સાથે કોઇ જાતની વાતચીત ન થયાનું સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું.


જો ડો.સિંઘને કુલપતિ સાથે વાતચીત થઇ નથી તો ડો.નિલામ્બરીબેન દવેને કેવી રીતે ખબર પડી કે પ્રોફેસર નિલેશ પંચાલ બે દિવસની રજા પર ગયા છે. આ વાતનો સીધો મતલબ એવો થાય છે કે, કુલપતિ ડો.દવે માત્ર પગલાં લેવાની વાત કરી રહ્યા છે પરંતુ હકીકતમાં તેઓ પંચાલને બચાવવા માગે છે.

બેન તમે ચારિત્રહીન વ્યક્તિને રક્ષણ પૂરું પાડી કુલપતિપદની મર્યાદા પાળી નથી:NSUI

જાતીય સતામણીના પ્રકરણમાં એનએસયુઆઇએ મંગળવારે ભવનમાં જઇ પ્રોફેસર નિલેશ પંચાલની નેમપ્લેટની તોડફોડ કરી હંગામો મચાવ્યા બાદ રજિસ્ટ્રાર અને ઇન્ચાર્જ કુલપતિને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં એવી રજૂઆત કરી હતી કે લંપટ પ્રોફેસર વિરુધ્ધ જાતીય સતામણીની લેખિત ફરિયાદ આવ્યા પછી પણ તેની ઉપર પગલાં લેવા માટે પાછીપાની કરી રહ્યા છો. એક નારી તરીકે અન્ય નારીની વેદનાને વાચા આપવાના બદલે ચારિત્રહીન વ્યક્તિને રક્ષણ પૂરું પાડી તમોએ વ્યક્તિગત અને કુલપતિપદની મર્યાદા પાળી નથી. જો આ પ્રકરણમાં તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો શહીદ ભગતસિંહના માર્ગે આંદોલન ચલાવવામાં આવશે.


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: There is a case of Abuse harassment against Prof. Panchal in Rajkot
(News in Gujarati from Divya Bhaskar)