Loading...

ફકીર બની પોલીસ જંગલેશ્વર પહોંચી, 350 કિલો ગાંજા સાથે બે મહિલા જબ્બે

એસઓજી અને ભક્તિનગર પોલીસનું સંયુક્ત ઓપરેશન

એસઓજી અને ભક્તિનગર પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું
Divyabhaskar.com | Updated -Sep 13, 2018, 03:26 AM

રાજકોટ: રાજકોટના જંગલેશ્વરમાં ચાર દિવસ પૂર્વે 8 કિલો ચરસનો જથ્થો મળ્યા બાદ બુધવારે બપોરે પોલીસે ફકીરનો વેશ ધારણ કરી જંગલેશ્વરમાં દરોડો પાડ્યો હતો અને મદીના નામની મહિલાના મકાનમાં દરોડો પાડી અંદાજે 350 કિલો ગાંજાનો જથ્થો ઝડપી લીધો હતો. મદીનાની સાગરીત એક યુવતી પણ પોલીસ સકંજામાં આવી હતી. મોડીરાત સુધી દરોડાનો દોર ચાલુ રહ્યો હતો અને વધુ આરોપીઓ તેમજ ગાંજાનો જથ્થો હાથ લાગવાની શંકા સેવાઇ રહી છે.


જંગલેશ્વરના ગાંધીચોકમાં રહેતી નામચીન મદીના ઉર્ફે સાવરણી ઓસમાણ જુણેજાના મકાનમાં ગાંજાનો મોટો જથ્થો ઉતર્યો હોવાની  ચોક્કસ હકીકત મળતાં એસઓજીના પીઆઇ એસ.એન.ગડ્ડુ, પીએસઅાઇ એચ.એમ.રાણા સહિતનો કાફલો દોડી ગયો હતો. પોલીસ બિલીપગે કુખ્યાત મહિલાના ઘરમાં પહોંચી હતી અને તપાસ હાથ ધરતાં જ ગાંજાનો અંદાજે 350 કિલો જથ્થો મળી આવ્યો હતો. મદીનાને અટકમાં લઇ પોલીસે તપાસ કરતા અન્ય કેટલાક ઇસમોના ઘરે પણ ગાંજો સપ્લાય થયાની માહિતી મળતાં પોલીસે અન્ય કેટલાક સ્થળોએ પણ દરોડા શરૂ કર્યા હતા.

 

પોલીસે મદીનાની મદદગાર એક યુવતીને પણ દબોચી લીધી હતી. પોલીસે મદીનાના કબજામાંથી બે કિંમતી કાર પણ કબજે કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જંગલેશ્વરમાં મદીનાના કબજામાં ગાંજાનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળતાં જ પોલીસની એક ટીમ પ્લાન ઘડવા બેસી ગઇ હતી. જંગલેશ્વરમાં મદીના સુધી પહોંચવા માટે ફકીરનો વેશ ધારણ કરવાનો નિર્ણય લેવાયો હતો, અને રેડને ‘બ્લેકવોક ઓપરેશન’ નામ આપવામાં આવ્યું હતુું. કેટલાક પોલીસમેને ફકીરનો વેશ ધારણ કર્યો હતો અને ઓપરેશન શરૂ થયું હતું.

કરિયાણાની દુકાનના ઓઠા હેઠળ ગાંજાનું વેચાણ થતું’તું

 

મદીના અને તેનો પરિવાર નશીલા પદાર્થના ધંધા સાથે લાંબા સમયથી સંકળાયેલો હતો. મદીના ઘર નજીક કરિયાણાની દુકાન ચલાવતી હતી, પરંતુ કરિયાણાનો વેપાર માત્ર નામનો જ હતો, તેના ઓઠા હેઠળ ગાંજા-ચરસ સહિતના નશીલા પદાર્થનું ધૂમ વેચાણ થતું હતું. મદીનાની સઘન પૂછપરછમાં કેટલાક અન્ય માથાઓના નામ પણ ખૂલવાની શંકા સેવાઇ રહી છે.

 

 

મહેબૂબ પાસેથી ચરસ ખરીદનારા સાત ઇસમના ઘરે દરોડા


જંગલેશ્વરના મહેબૂબ ઓસમાણ ઠેબા, ઇલ્યાસ હારૂન  સોરા, જાવેદ ગુલમહમદ દલ અને રફિક ઉર્ફે મેમણ હબીબ લોયાને પોલીસે ચાર દિવસ પૂર્વે રૂ.81.32 લાખની કિંમતના 8 કિલો 132 ગ્રામ ચરસના જથ્થા સાથે ઝડપી લીધા હતા. પોલીસે ચારેયને 14 દિવસના રિમાન્ડ પર લઇ પૂછપરછ શરૂ કરી હતી. ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ વિરલ ગઢવીએ જણાવ્યું હતું કે, મહેબૂબ પાસેથી ચરસ ખરીદનાર સાત ઇસમના નામ ખુલ્યા હતા. બુધવારે એ સાતેયના ઘરે દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે કોઇ શંકાસ્પદ વસ્તુ હાથ નહીં લાગતા તમામના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. આ ઉપરાંત મહેબૂબને ચરસનો જથ્થો શકીલ આપી ગયો હતો અને તે આણંદ પોલીસના હાથે ઝડપાઇ ગયો હોય શકીલનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવવાની પોલીસે કવાયત શરૂ કરી હતી.

 

પંદર દી’ પૂર્વે મદીનાની માતા અમીના 1 કિલો ગાંજા સાથે પકડાઈ હતી


જામનગર પોલીસે પંદરેક દિવસ પૂર્વે ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો ત્યારે રાજકોટમાં જંગલેશ્વરની મદીના પાસે મોટો જથ્થો હોવાની હકીકત મળી હતી અને તેના આધારે રાજકોટ એસઓજી જંગલેશ્વરમાં ખાબકી હતી. મદીના ઉર્ફે સાવરણી તો પોલીસને હાથ આવી નહોતી, પરંતુ મદીનાની માતા અમીના હમીદ સુણા 1 કિલો 230 ગ્રામ ગાંજા સાથે ઝડપાઇ ગઇ હતી.

 

 

 

જમ્મુથી રૂ.1 લાખમાં આવતું 1 કિલો ચરસ રાજકોટમાં 2 લાખમાં વેચાતું હતું

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: rajkot police arrested 200 kilogram Cannabis with woman
(News in Gujarati from Divya Bhaskar)