સૌરાષ્ટ્ર યુનિ.માં છેડતીથી દુષ્કર્મ સુધીની 9 ફરિયાદો, લંપટ પ્રોફેસરોને માફી અને વિદ્યાર્થીઓ સામે FIR

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયોસાયન્સ ભવનના પ્રોફેસર નિલેશ પંચાલે પીએચ.ડી.કરતી વિદ્યાર્થિનીની જાતીય સતામણી કર્યાની ઘટના સમગ

Divyabhaskar.com Sep 13, 2018, 12:02 AM IST

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયોસાયન્સ ભવનના પ્રોફેસર નિલેશ પંચાલે પીએચ.ડી.કરતી વિદ્યાર્થિનીની જાતીય સતામણી કર્યાની ઘટના સમગ્ર શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની છે ત્યારે આ પ્રકરણમાં કોઇ પગલાં લેવાશે કે નહીં તે બાબતે નિષ્ણાતોમાં મતમતાંતરો પ્રવર્તી રહ્યા છે. મોટાભાગના નિષ્ણાતો એવો સૂર વ્યક્ત કરી રહ્યા છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ અદ્યાપકો સામે છેલ્લા 9 વર્ષમાં જુદા-જુદા ભવનોના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ સામે 9 જેટલી ફરિયાદો નોંધાઇ છે, પરંતુ હજુ સુધીમાં માત્ર એક પ્રકરણમાં વિદ્યાર્થી દોષિત હોવાથી તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે, જ્યારે બાકીના પાંચ કિસ્સાઓમાં અધ્યાપકોને ક્લીનચિટ આપી દેવામાં આવી છે.

 

અગાઉની એકપણ ફરિયાદ સાબિત નથી થઇ ત્યારે પંચાલમાં કોઇ કાર્યવાહી થશે કે નહીં તે બાબતે સવાલ


સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભીતરના વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ એન્ટિ સેકસ્યુઅલ હેરેસમેન્ટ સેલની સ્થાપના 2002માં કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં તેના ચેરપર્સન તરીકે ડો.હંસાબેન હિંડોચા, ડો.મીનાક્ષીબેન દેસાઇ, ડો.કોકીલાબેન ટાંક અને ડો.હેમાક્ષી રાવ ફરજ બજાવી ચૂક્યા છએ અને ગત 22-6-2018થી સેલના ચેરપર્સન તરીકે ડો.નીતાબેન ઉદાણીને મુકાયા છે.આ સેલ સમક્ષ 2009થી અત્યાર સુધીમાં કુલ 9 ફરિયાદો નોંધાઇ છે. જેમાં સાત ફરિયાદોમાં કોઇ જાતના પગલાં લેવાયા નથી અને કાર્યવાહી પણ થઇ નથી, જ્યારે માત્ર એક કિસ્સામાં પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. હવે નિલેશ પંચાલના પ્રકરણમાં શું કાર્યવાહી થાય છે તે શુક્રવારે ખબર પડશે.

 

જુદા-જુદા ભવનોના અધ્યાપકો સામે નોંધાયેલી ફરિયાદો અને તેમાં સેલની કાર્યવાહી

 

કિસ્સો-1: શારીરિક શિક્ષણ ‌વિભાગ

 

બનાવ: 2009માં રોજ બિમલ જોશી સામે વિદ્યાર્થિનીઓ પ્રત્યે કુદૃષ્ટિ રાખે છે, વિદ્યાર્થીઓ પર હાથ ઉપાડે છે અને દારૂ પીવે છે તેવી ફરિયાદ થઇ હતી.
સેલનો રિપોર્ટ: તમામ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, આ ફરિયાદ ખોટી છે અને બિમલ જોશી નિષ્ઠાવાન અધ્યાપક છે.

 

કિસ્સો-2: કાયદા ભવન

 

બનાવ: 2010માં એલએલ.એમ.નો અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની પર દુષ્કર્મ થયાનો અહેવાલ અખબારમાં પ્રસિધ્ધ થયો હતો. તેથી સેલને તપાસના આદેશ કર્યા હતા.
સેલનો રિપોર્ટ: ટીમે કાયદા ભવનમાં રૂબરૂ જઇ તપાસ કરતા વડા અને ખુદ વિદ્યાર્થિનીએ આ સમાચાર ખોટા ગણાવ્યા હતા.

 

કિસ્સો-3: શિક્ષણ ભવન

 

બનાવ: 2010માંના અધ્યાપક ડો.એમ.એસ.મોવિયા વિરુધ્ધ M.Edની વિદ્યાર્થિનીએ અયોગ્ય વર્તનની ફરિયાદ કરી હતી. સાક્ષીના નામ પણ આપ્યા હતા.

સેલનો રિપોર્ટ: સાક્ષી તરીકે જે વિદ્યાર્થીઓના નામ આપ્યા હતા તેમણે આવી કોઇ ઘટના ન બની હોવાનું જણાવ્યું હતું. તેમજ જે સમય અને સ્થળ પર આ ઘટના બની હોવાનું જણાવ્યું હતું તે સ્થળે અન્ય એક અધ્યાપક પણ ડો.મોવિયાની સાથે હાજર હતા.

 

કિસ્સો-4: કાયદા ભવન

 

બનાવ: તા.23-2-2011ના રોજ કાયદા ભવનના અધ્યાપકોએ એક વિદ્યાર્થિનીના ગેરવર્તન અંગે ફરિયાદ કરી હતી, પરંતુ તેમાં જાતીય સતામણીની કોઇ બાબત ન હોવાથી સેલની તેમાં કોઇ ભૂમિકા ન હતી.

 

કિસ્સો-5: મનોવિજ્ઞાન ભવન

 

બનાવ: તા.21-12-2011ના રોજ મનોવિજ્ઞાન ભવનના બીજા વર્ષની વિદ્યાર્થિનીઓએ અધ્યાપક યોગેશ જોગસણ વિરુધ્ધ શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ કરી હતી.
સેલનો રિપોર્ટ: સેલએ સ્થળ પર જઇ રૂબરૂ તપાસ કરતા વિદ્યાર્થિનીઓએ આવી કોઇ ફરિયાદ ન કરી હોવાનું જણાવ્યું હતું.

 

કિસ્સો-6

 

બનાવ: તા.30-6-2013ના રોજ ગુંડાતત્ત્વો કેમ્પસમાં વિદ્યાર્થિનીઓને હેરાનગતિ કરતા હોવાનું નામ અને તારીખ વગરની ફરિયાદમાં જણાવાયું હતું.
સેલનો રિપોર્ટ: આ ફરિયાદમાં કોઇ સ્પષ્ટ બનાવ કે સ્થળ કે નામનો ઉલ્લેખ ન હોવાથી તપાસ થઇ શકે તેમ નથી તેવો રિપોર્ટ સેલે કર્યો હતો.

 

કિસ્સો-7: કાયદા ભવન

 

બનાવ: 2014માં મુલાકાતી અધ્યાપક અમિત મહેતા વિરુધ્ધ વિદ્યાર્થિનીઓ સાથે અયોગ્ય વર્તનની ફરિયાદ કરવામાં આવી હતી.
સેલનો રિપોર્ટ: આવી કોઇ ઘટના બની ન હોવાનું  જાણવા મળ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ આવું કંઇ બન્યું ન હોવાનું જણાવ્યું હતું.

 

કિસ્સો-8: ફાર્મસી ભવન

 

બનાવ: તા.23-5-2018ના ફાર્મસી ભવનની વિદ્યાર્થિનીઓએ આ ભવનના એક ભૂતપૂર્વ વિદ્યાર્થી જીજ્ઞેશ ચૌહાણ સામે માનસિક સતામણીની ફરિયાદ કરી હતી.
સેલનો રિપોર્ટ: આ બાબતે તપાસ કર્યા બાદ વિભાગે તે અંગે કાર્યવાહી કરી આ વિદ્યાર્થી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

 

કિસ્સો-9: બાયોસાયન્સ ભવન

 

બનાવ: તા.30-8-2018ના રોજ પીએચ.ડી. કરતી વિદ્યાર્થિનીની પ્રોફેસર નિલેશ પંચાલ સામે જાતીય સતામણીની ફરિયાદ નોંધાઇ છે.
સેલનો રિપોર્ટ: એન્ટિ સેકસ્યુઅલ હેરેસમેન્ટ સેલએ આ અંગેનો રિપોર્ટ કુલપતિને સુપરત કરી દીધો છે અને આ રિપોર્ટ સિન્ડિકેટની બેઠકમાં ખોલવામાં આવશે.

Share
Next Story

લંપટ પ્રો. પંચાલ દોષિત જાહેર થાય તો કડક કાર્યવાહી કરવા એબીવીપીની માગણી

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 9 complaints to molestation racket in Saurashtra University
(News in Gujarati from Divya Bhaskar)