માધવપુરમાં વૃદ્ધા પર પતિ સહિત બે શખ્સનો હુમલો

News - પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

Divyabhaskar.com Sep 12, 2018, 03:26 AM IST
માધવપુરમાં નજીવી બાબતે વૃદ્ધા પર તેના પતિ અને એક મહિલાએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદર જિલ્લાના માધવપુર ગામે સીતારામ મઢી પાસે રહેતા દેવીબેન ઉર્ફે કવીબેન નાગજી ધારૈયા નામની વૃદ્ધા ઘરકામમાં વાસણનું કામ કરતા હતા. તે દરમિયાન તેનો પતિ નાગજી કાના ધારૈયા અને કવિબેન યોગેશ ધારૈયાએ ‘‘તું કામમાં વાર લગાડે છે’’ તેમ કહી લાકડી વડે માર મારી અને ઢીકા-પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે વધુ તપાસ માધવપુરના હેડ કોન્સ્ટેબલ જાડેજા ચલાવી રહ્યા છે.

Share
Next Story

એરડા ગામે સેવા સેતુમાં 1262 અરજદારોનાં પ્રશ્નોનું નિરાકરણ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Porbandar - માધવપુરમાં વૃદ્ધા પર પતિ સહિત બે શખ્સનો હુમલો
(News in Gujarati from Divya Bhaskar)