મગફળીના ગોડાઉનમાં જનતા રેઇડ કરનાર વધુ 2 કોંગી અગ્રણીની અટક

News - અગાઉ 13ની અટક કરાઇ alt39તી: ભ્રષ્ટાચારને ઉજાગર કરનારનો અવાજ દબાવવાનો પ્રયાસ : કોંગ્રેસ

Divyabhaskar.com Sep 12, 2018, 03:26 AM IST
પોરબંદરના સુભાષનગર ખાતે મગફળીના ગોડાઉનમાં જનતા રેડ કરનાર વધુ 2 કોંગ્રેસી અગ્રણીઓની ધરપકડ કરાઈ હતી. પોરબંદરમાં મસમોટું મગફળી કૌભાંડ આચરવામાં આવ્યું હોય અને કરોડોની કિંમતની મગફળી ગુજરાતની ભાજપ સરકારની ઘોર બેદરકારીને કારણે સડી ગઈ હોવાને કારણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયા સહિતના કોંગી અગ્રણીઓએ પોરબંદર શહેરમાં સુભાષનગર વિસ્તારમાં આવેલ જી.એમ.બી. ના ગોડાઉનમાં જનતા રેડ કરી મગફળીમાં ધૂળ-માટીની ભેળસેળ થતી હોય તથા પાછળનો દરવાજો ખૂલ્લો રાખી ત્યાંથી મગફળી સગેવગે કરવામાં આવતી હોવાનો પર્દાફાશ કર્યો હતો. ગુજરાત વેરહાઉસ કોર્પોરેશન હસ્તકના ગુજકોટ કંપનીએ ભાડે લીધેલ ગોડાઉનમાં જનતા રેડ કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. ગોડાઉનમાં સીસી ટીવી કેમેરા, ગોડાઉનની પૂરતી સલામતી હોય તેવા ગોડાઉન જ સરકારે ભાડે રાખી તેમાં મગફળીનો સંગ્રહ કરવાનો હતો પરંતુ સુભાષનગર ખાતે ગોડાઉનમાં કોઈ પ્રકારની સિક્યુરીટી જોવા મળી ન હતી. ત્યારે ગોડાઉન ખાતે દરોડા પાડનાર કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. અગાઉ 13 જેટલા કાર્યકરોની અટકાયત કરાયા બાદ વધુ એક વખત કોંગ્રેસના અગ્રણી રામદેવભાઈ મોઢવાડીયા તથા લીલાભાઈ કુછડીયાની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ તકે રામદેવભાઈ મોઢવાડીયાએ પણ એવું જણાવ્યું હતું કે લાખો રૂપીયાની મગફળીમાં ભેળસેળ થતી હોય અને મગફળીને સગેવગે થતી હોવાથી જનતા રેડ કરી ભ્રષ્ટાચારને ઉજાગર કરનાર લોકોની ધરપકડ કરી ભ્રષ્ટાચાર વિરૂદ્ધ ઉઠેલ અવાજને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

Share
Next Story

એરડા ગામે સેવા સેતુમાં 1262 અરજદારોનાં પ્રશ્નોનું નિરાકરણ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Porbandar - મગફળીના ગોડાઉનમાં જનતા રેઇડ કરનાર વધુ 2 કોંગી અગ્રણીની અટક
(News in Gujarati from Divya Bhaskar)