પોરબંદરના દિવ્યાંગ ક્રિકેટર દુબઈ ટી-20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેશે

News - વ્હીલચેર ક્રિકેટરની ભારતીય ટીમમાં પસંદગી

Divyabhaskar.com Sep 12, 2018, 03:25 AM IST
પોરબંદરના દિવ્યાંગ ક્રિકેટરની ભારતીય ટીમમાં પસંદગી થતા તેઓ આગામી તા. 18 થી દુબઈમાં યોજાનાર ટી-ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. પોરબંદરને ગૌરવ અપાવનાર વ્હીલચેર ક્રિકેટર ભીમાભાઈ ખુંટી ફરી એક વખત ઈન્ડીયા વ્હીલચેર ક્રિકેટ ટીમમાં ઓલ રાઉન્ડર તરીકે પસંદગી પામ્યા છે. અને તેઓએ તાજેતરમાં જ બાંગ્લાદેશની ધરતી ઉપર શ્રેષ્ઠ પ્રદર્શન કરી પોરબંદરનું નામ ગૌરવથી ગુંજતું કર્યું હતું ત્યારે આગામી તા. 15 સપ્ટેમ્બરના રોજ તેઓ દિલ્હીથી રવાના થઈ, દુબઈ ખાતે યોજાનાર ક્રિકેટ મેચમાં ભાગ લેશે. દુબઈ ખાતે ટી-20 મેચની સીરીઝ યોજાનાર છે. તા. 18 થી 20 સપ્ટેમ્બર દરમિયાન દુબઈમાં યોજાનાર ટી-ટ્વેન્ટી મેચની સીરીઝમાં તેઓ પાકિસ્તાન સામે રમશે. ભીમાભાઈ ખુંટીએ અગાઉ પણ મલેશીયા, નેપાળ સહિતના દેશોમાં યોજાયેલ ક્રિકેટ મેચમાં ભાગ લઈ ચૂક્યા છે અને હાલ તેઓ દુબઈમાં યોજાનાર ક્રિકેટ મેચમાં ભાગ લેવા જનાર છે ત્યારે તેઓને ઠેરઠેરથી શુભેચ્છાની વર્ષા થઈ રહી છે.

Share
Next Story

પોરબંદર જિલ્લામાંથી જાહેરમાં જુગાર રમતા 10 શખ્સો ઝડપાયા

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Porbandar - પોરબંદરના દિવ્યાંગ ક્રિકેટર દુબઈ ટી-20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેશે
(News in Gujarati from Divya Bhaskar)