ખૂનપુર ગામે દેશી દારૂના આથા સાથે નશો કરેલી હાલતમાં શખ્સ ઝડપાયાે

News - ખાનપુર ગામે દેશી દારૂના આથા સાથે નશો કરેલી હાલતમાં શખ્સ ઝડપાયો હતો. પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ખૂનપુર...

Divyabhaskar.com Sep 12, 2018, 03:25 AM IST
ખાનપુર ગામે દેશી દારૂના આથા સાથે નશો કરેલી હાલતમાં શખ્સ ઝડપાયો હતો. પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ખૂનપુર ગામે રહેતો વજસી ઉર્ફે વિશાલ બચુ વિરમગામા વાડી વિસ્તારમાંથી પસાર થતા પોલીસે તેની અટક કરી તપાસ કરતા આ શખ્સના કબ્જામાંથી દેશી દારૂ બનાવવાનો આથો લીટર-60 મળી આવ્યો હતો. આ ઉપરાંત આ શખ્સ નશો કરેલી હાલતમાં મળી આવતા પોલીસે ગુન્હો નોંધી, મુદ્દામાલ કબ્જે કરી આરોપીને ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી છે.

Share
Next Story

પોરબંદર જિલ્લામાંથી જાહેરમાં જુગાર રમતા 10 શખ્સો ઝડપાયા

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Porbandar - ખૂનપુર ગામે દેશી દારૂના આથા સાથે નશો કરેલી હાલતમાં શખ્સ ઝડપાયાે
(News in Gujarati from Divya Bhaskar)