કર્મયોગી ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લિ.નાં સંચાલકો સામે ગુનો દાખલ છતાં કાર્યવાહી નહીં, કલેક્ટરને રજૂઆત કરાઇ

News - ભાઈ-બહેનો સહિત 35 ગ્રાહકોએ રોકાણ કરેલ નાણાં પરત અપાવવા માંગ કરી : કડક કાર્યવાહી કરવા માંગ

Divyabhaskar.com Sep 12, 2018, 03:25 AM IST
પોરબંદરમાં કર્મયોગી ક્રેડીટ એન્ડ કન્ઝ્યુમર કો-ઓપરેટીવ સોસાયટી લીમીટેડના સંચાલકો સામે છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાઈ હોવાને 1 મહિનાથી વધુ સમય વિતી ગયો હોવા છતાં આરોપીઓ વિરૂદ્ધ કોઈ પ્રકારની કાર્યવાહી હજુ સુધી થઈ ન હોવાથી ભાઈ-બહેનો સહિત 35 બહેનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. પોરબંદરમાં કસ્તુરબા ગાંધી રોડ ઉપર પાલિકા નજીક આવેલ કર્મયોગી ક્રેડીટ એન્ડ કન્ઝ્યુમર કો-ઓપરેટીવ સોસાયટી લીમીટેડના સંચાલકો અરવિંદ રામજી મોતીવરસ, મીનાબેન સંદીપ ગોહેલ અને સંદીપ ગોહેલ વિરૂદ્ધ 1 મહિના દિવસ પહેલા રૂપીયા 9,97,000 પરત નહીં આપી છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. ફરિયાદ નોંધાઈ હોવાને 1 મહિનો જેટલો સમય વિતી ગયો હોવા છતાં આરોપીઓ સામે કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી અને આ આરોપીઓના આગોતરા જામીન પણ નામંજુર કરવામાં આવ્યા હતા. છતાં હજુ સુધી આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં વિલંબ થઈ રહ્યો હોવાથી ભાઈ-બહેનો સહિત 35 જેટલા લોકો કલેક્ટર કચેરીએ પહોંચી ગયા હતા અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કર્મયોગી ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટીના સંચાલકોએ આચરેલ કૌભાંડમાં પોતાની મરણમૂડી પચાવી પાડી હોવાની આપવિતી વર્ણવી હતી અને આરોપીઓ સામે તાત્કાલીક ધોરણે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ તમામ ગ્રાહકોએ રોકાણ કરેલ નાણાં પરત આપવામાં આવે તેવી માંગ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ કર્મયોગી ક્રેડીટ સોસાયટી દ્વારા અનેક લોકોએ રોકાણ કરેલા નાણાં પરત નહીં આપતા અગાઉ 25 જેટલી મહિલાઓ એસ.પી. કચેરીએ રજૂઆત કરવા દોડી ગઈ હતી અને તેમના કહેવા મુજબ આ ક્રેડીટ સોસાયટીએ કરોડો રૂપીયાનું કૌભાંડ આચર્યું હોવાની તપાસ કરી ન્યાય આપવા માંગ કરી હતી.

Share
Next Story

પોરબંદર જિલ્લામાંથી જાહેરમાં જુગાર રમતા 10 શખ્સો ઝડપાયા

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Porbandar - કર્મયોગી ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લિ.નાં સંચાલકો સામે ગુનો દાખલ છતાં કાર્યવાહી નહીં, કલેક્ટરને રજૂઆત કરાઇ
(News in Gujarati from Divya Bhaskar)