પ્રજાનો આક્રોશ: CM રૂપાણીના મત વિસ્તારમાં PM મોદીના પોસ્ટરનું મોં કાળુ કરાયું

રાજકોટમાં 400 શાળાઓ સ્વયંભૂ બંધ, જામનગરમાં શાળા-કોલેજોએ સજ્જડ બંધ પાળ્યો

Divyabhaskar.com Sep 10, 2018, 02:54 PM IST

રાજકોટ: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને લઇને આજે  ભારતબંધના એલાનને લઇને રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં કોંગ્રેસની આગેવાનીમાં સીએમ રૂપાણીના મતવિસ્તારમાં મહિલા કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટરમાં મોદીના ચહેરાને ગારો લગાડી મોં કાળુ કરવામાં આવ્યું હતું. તેમજ પોસ્ટરમાં મોદીના ફોટા પર મહિલાઓએ ચપ્પલ માર્યા હતા. સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

વિદ્યાર્થીઓની સલામતિને લઇને રાજકોટની 400 શાળાએ સ્વયંભૂ બંધ પાળ્યો છે તો જામનગરમાં શાળા-કોલેજોએ સજ્જડ બંધ પાળ્યો છે. તેમજ રાજકોટની શાળા-કોલેજોને બંધ કરાવવા એનએસયુઆઇના કાર્યકરો પહોંચ્યા હતા. પોલીસે તેની પણ અટકાયત કરી છે. કોઇ અઇચ્છનીય બનાવ ન બને તે માટે રાજકોટમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાજકોટના ચુનરાવાડ ચોકમાં કાર્યકરોએ ટાયરો સળગાવતા પોલીસે તેની અટકાયત કરી ટાયરો એક તરફ ખસેડ્યા હતા. રેસકોર્સ રિંગ રોડ પાસે આઇઓસીની ઓફિસ પાસે પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું કોંગ્રેસના કાર્યકરોએ પૂતળુ લટકાવ્યું હતું અને સૂત્રોચ્ચાર કર્યા હતા. રાજકોટમાં સવારથી જ કોંગ્રેસના કાર્યકરો દ્વારા શાળા, કોલેજો, દુકાનો, મોલ બંધ કરાવવા નીકળ્યા હતા. જેમાં વિપક્ષ નેતા વશરામ સાગઠિયા સહિત 30થી વધુ કાર્યકરોની પોલીસે અટકાયત કરી લીધી છે.

 

150 ફૂટ રિંગ રોડ ખુલ્લો, ભાજપના કાર્યકરની હોટલ પર પોલીસ જવાન તૈનાત

 

રાજકોટનો 150 ફૂટ રિંગ રોડ બંધમાં જોડાયો ન હોય તેમ દુકાનો ખુલ્લી જોવા મળી હતી. રાજકોટના મોટાભાગના રાજમાર્ગો પર સવારથી જ લોકોની ચહલ પહલ જોવા મળી રહી છે. બાલાજી હોલ પાસે ભાજપના કાર્યકરની હોટેલ પર 2 પોલીસ જવાન સુરક્ષાને લઇને રાખવામાં આવ્યા છે. તેમજ શહેરના અમુક પેટ્રોલ પંપ પણ બંધ કરાવવા કોંગ્રેસના કાર્યકરો નીકળ્યા હતા.રાષ્ટ્રીય શાળાને બંધ કરાવવા આવેલા 20થી 25 કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. રાજનગર ચોક, માયાણી ચોકમાં દુકાનો ખુલી છે જ્યારે શાળાઓ બંધ છે. હોસ્પિટલ ચોકમાં આવેલા પેટ્રોલ પંપને મહિલા કોંગ્રેસ દ્વારા બંધ કરાવવામાં આવ્યો હતો તો યાજ્ઞીક રોડ પરની મોટાભાગની દુકાનો બંધ રહી છે. 

 

ભાવનગર માં પેટ્રોલ ડીઝલ ના ભાવ વધારામાં ભાવનગર સજ્જડ બંધ 

 

ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા ભાવનગર બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેના પગલે ભાવનગર શહેરના વેપારીઓ, પેટ્રોલપંપ એસોસિએશન તેમજ શહેરની શાળા-કોલેજોએ પોતાનું કાર્ય સ્વયંભૂ બંધ રાખી પેટ્રોલ-ડીઝલના ભાવ વિરોધ સામે રોષ વ્યક્ત કરી શહેર કોંગ્રેસના બંધના એલાનને સમર્થન કર્યું હતું. સવારે 10 કલાકે ઘોઘા ગેટ, રૂપમ ચોક ખાતે કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરો દ્વારા સરકાર વિરોધ સૂત્રોચાર કરી દેખાવ કર્યો હતો. ત્યારે પોલીસ દ્વારા ભાજપ સરકારના કેહવાથી બળજબરીથી કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ જોશી, પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી લાલભા ગોહિલ, કોર્પોરેટ પારુલબેન ત્રિવેદી, મહિલા કોંગ્રેસ પ્રમુખ ભાવનાબેન વોરા સહિતના આશરે 280 કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

 

બંધ અપડેટ

 

-ગઢડા અને રાણપુર સજ્જડ બંધ, ગઢડામાં કોંગ્રેસના કાર્યકરો બંધ કરાવવા નીકળ્યા, ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા
- ગઢડામાં સાંમાકાંઠે ઢસા રોડ પર અજાણ્યા શખ્સોએ ટાયરો સળગાવ્યા 
- ભાવનગરમાં ઘોઘાગેટથી ગઢેચી વડલા 3 રીક્ષામા બેસીને જતા પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી મનોહરસિંહ ગોહિલ (લાલભા)સહિતના કાર્યકરોને પોલીસે અધવચ્ચે અટકાવી અટકાયત કરી.

-રાજકોટના વોર્ડ નં.13 સજ્જડ બંધ, કોંગ્રેસના આગેવાનો અનો પોલીસ વચ્ચે ઝપાઝપી

-રાજકોટ એસટી ડિવિઝનમાં 200 જેટલા ગ્રામ્ય રૂટ રદ, ગોંડલ, મોરબી, ચોટીલા, વાંકાનેર, લીમડી, સુરેન્દ્રનગર ડેપોમાં બંધની અસર
-રાજકોટનું બેડી માર્કેટિંગ યાર્ડ સજ્જડ બંધ, બે જણસીની હરાજી ચાલુ, બાકી સંપૂર્ણ યાર્ડ બંધ, રાજકોટ કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા બંધને ટેકો જાહેર કરવામાં આવ્યો

- પોરબંદર ડેપો સવારથી બંધ, પોલીસની સૂચના બાદ શરૂ કરાશે

-રાજકોટ મહિલા કોંગ્રેસ દ્વારા વેપારીઓને બંધ પાળવા કરાઇ અપીલ, બે પેટ્રોલપંપ સહિત અનેક બજારો બંધ કરાવવામાં આવી

-રાજકોટના ઇગલ પેટ્રોલ પંપ પાસે મહિલા કોંગ્રેસ અને પોલીસ વચ્ચે માથાકૂટ- ગોંડલમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા વેપારીઓને દુકાનો બંધ કરવા અપીલ, પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત

-ઉનામાં ભારતબંધને મિશ્ર પ્રતિસાદ, શહેરની 50 ટકા બજારો ખુલ્લી રહી, કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઇ વંશે બંધમાં જોડાવા કરી અપીલ

-ખાંભામાં કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા બંધના એલાનનો ફિયાસ્કો, તમામ વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર ખુલ્લા રાખ્યા

-કોંગ્રેસે આપેલું બંધનું રાજુલા અને જાફરાબાદમાં વેપારીઓએ સમર્થન ન આપ્યું

 

ગોંડલમાં પ્રતિબંધિત 10 હજાર ઓક્સિટોસિન ઇન્જેક્શનનો જથ્થો મળી આવ્યો, એકની ધરપકડ

 

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો.....

Share
Next Story

રાજ્યમાં પ્રથમવાર રાજકોટમાં 11 હજાર જૈનો કરશે સામૂહિક પ્રતિક્રમણ, વર્લ્ડ રેકોર્ડની સંભાવના

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: saurashtra closed mixed responced and arrested congress worker
(News in Gujarati from Divya Bhaskar)