જામનગરમાં સૂર્યનારાયણનો આકરો મિજાજ, પારો 35 ડિગ્રી

News - વાદળો વિખેરાતા ફરી સૂર્યપ્રકોપ શરૂ

Divyabhaskar.com Apr 20, 2019, 06:40 AM IST
જામનગર-દ્વારકા સહીત સમગ્ર હાલારભરમાં ગત સોમવારથી વાતાવરણમાં પલટા સાથે આકાશમાં વાદળો છવાયા હતા.ત્યારબાદ બે દિવસ સુધી આકરા તાપથી રાહત બાદ શુક્રવારથી ફરી સુર્યનારાયણે આકરો મિજાજ દર્શાવતા લોકોએ તિવ્ર ગરમીનો અનુભવ કર્યો હતો.ખાસ કરીને બપોરે આકરા તાપ સાથે બળબળતી લૂ વર્ષાથી જનજીવન પણ અકળાયુ હતુ.શહેરના સતત ધમધમતા રાજમાર્ગો પર બપોરે અવર જવર કરતા વાહનચાલકો તાપથી બચવા ટોપી,ચશ્મા,માસ્ક વગેરેનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. જામનગરમાં શુક્રવારે લધુતમ તાપમાન 22.5 ડીગ્રી અને મહતમ તાપમાન 35 ડીગ્રી નોંધાયુ હતુ.જામનગરમાં છેલ્લા બે દિવસમાં જ મહતમ તાપમાનમાં 3.5 ડીગ્રીનો વધારો થયો હતો.જેના પગલે ફરી ઉનાળો આકરો બન્યો છે.

Share
Next Story

પેટમાં દુ:ખાવા બાદ ઊલટી થતા પરિણીતાનું મોત

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Jamnagar News - sun rushing to the sunrise mercury is 35 degrees 064008
(News in Gujarati from Divya Bhaskar)