ભાજપની સભામાં રૂપાલાના કોંગ્રેસ પર પ્રહાર

News - જામનગરના વેપારીને ચૂનો ચોપડનાર પિતા-પુત્રના સગડ મેળવવા જૂનાગઢ-બિલખા ભણી તપાસ

Divyabhaskar.com Apr 20, 2019, 06:36 AM IST
જામનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી પાસે શુક્રવારે યોજાયેલી ભાજપના કેન્દ્રીય કૃષિમંત્રી પુરષોતમ રૂપાલાની સભામાં જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ ગીરીશ અમેથિયા ભાજપમાં જોડાયા હતાં અને કૃષિમંત્રીના હસ્તે ભાજપનો ખેસ પહેર્યો હતો.

જામનગરમાં શુક્રવારે લાલપુર બાયપાસ ચોકડી પાસે અને ખંભાળિયામાં જોધપુર ગેઇટ પાસે યોજાયેલા ભાજપના યુવા મોરચાના સંમેલનમાં ભાજપના કેન્દ્રીય કૃષિમંત્રી પુરષોતમ રૂપાલાએ કેન્દ્રીય કૃષિમંત્રીએ કોંગ્રેસ સરકારની ઝાટકણી કાઢી જણાવ્યું હતું કે શરદ પવારએ સાચું કહ્યું હતું કે, કોંગ્રેસમાં મા-દિકરાનું સાચું છે. કોંગ્રેસ પાસે વડાપ્રધાનનો કોઇ ઉમેદવાર નથી. આથી ચૂંટણીમાં વિરોધીઓનો સંહાર કરી નાંખો કે જેથી તેઓ ગોતવા જાય તો પણ જડે નહીં. આ ચૂંટણીએ ચૂંટણી નથી પરંતુ ધર્મ અને અધર્મ વચ્ચેનું યુધ્ધ છે.દેશને નરેન્દ્ર મોદી જેવા 56 ઇંચની છાતીવાળા વડાપ્રધાન મળ્યા છે ત્યારે પુન: તેઓને વડાપ્રધાન બનાવવા હાંકલ કરી હતી.

Share
Next Story

જસદણમાં ગત તા.28 માર્ચથી સૌરાષ્ટ્ર ઓપન ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Jamnagar News - rupala39s strike at bjp39s rally 063645
(News in Gujarati from Divya Bhaskar)