61.70 લાખ ઠગનારાને પકડવા પોલીસ જંગલ ખૂંદે છે

News - જામનગરના વેપારીને ચૂનો ચોપડનાર પિતા-પુત્રના સગડ મેળવવા જૂનાગઢ-બિલખા ભણી તપાસ

Divyabhaskar.com Apr 20, 2019, 06:36 AM IST
જામનગરમાં વેપારી યુવાનને જુની ચલણી નોટના બદલામાં નવી નોટ આપવાથી માતબર કમિશનની લાલચ આપીને ગુન્હાહિત કાવતરુ રચી તેનુ કારમાં અપહરણ કરી રાજકોટ,ચોટીલા સહીતના સ્થળોએ ફેરવ્યા બાદ બગોદરા પાસે ઉતારી મુકી રૂ.61.70 લાખની રકમ પડાવી લીધાની ફરીયાદ પિતા-પુત્ર,બે મહીલા સહીત સાત સામે ફરીયાદ નોંધાઇ હતી જે પ્રકરણમાં પોલીસે આરોપીઓને પકડી પાડવા માટે જુનાગઢ-બિલખા સુધી તપાસ લંબાવી હોવાનુ બહાર આવ્યુ છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર જામનગરમાં પાંચ હાટડી વિસ્તારમાં તાહેરીયા મદ્રેસા પાસે રહેતા અને દુધની ડેરી ચલાવતા હુશેનભાઇ રજાકભાઇ કાસ નામના વેપારી યુવાન સાથે અગાઉ હરીશ નંદા નામનો શખ્સ જમીન અને મકાનની દલાલીના કામ વેળાએ સંપર્કમાં આવ્યો હતો.ત્યારબાદ તેણે પુત્ર ચિરાગ સાથે મળી થોડા સમય પુર્વે એક આસામી પાસે અગાઉ બંધ કરવામાં આવેલી જુની ચલણની નોટો પડી છે તેના બદલામાં નવી નોટો આપવાથી માતબર કમિશન મળશે એમ કહી વેપારીનો વિશ્વાસ કેળવીને પૈસા પડાવવાનો પ્લાન ઘડયો હતો.

જે દરમિયાન માતબર કમિશનની લાલચ આપી વેપારી યુવાનને તા.28 માર્ચે ગોકુલનગરમાં બોલાવ્યા હતા જેથી રૂ.61.70 લાખની રોકડ સાથે હુશેનભાઇ તેના ઘરે પહોચ્યા હતા.ત્યારબાદ હરીશ અને તેના પુત્ર ચિરાગે પૈસા બદલવા માટે હવે બહુચરાજી ખાતે જવાનુ છે કહીને તેને કારમાં બેસાડયા હતા જેમાં અગાઉથી જ સલીમ અને મુન્નો ઉપરાંત બે અજાણી મહીલા બેઠી હતી.ત્યારબાદ રાજકોટ,ચોટીલા સહીતના સ્થળોએ કારમાં ફેરવીને બગોદરા નજીક વેપારીને નીચે ઉતારી મુકી માતબર રોકડ પડાવીને ટોળકી નાશી છુટી હતી.આ બનાવની વેપારીની ફરીયાદ પરથી પોલીસે હરીશ ગીરધરભાઇ નંદા,તેનો પુત્ર ચિરાગ, બીલખાનો સલીમ અને જુનાગઢનો મુન્નો ઉપરાંત બે અજાણી મહીલા સામે ગુનો નોંધ્યો હતો.

એલસીબી પોલીસે છેતરપીંડી પ્રકરણની તપાસ હાથ ધરીને આરોપીઓને પકડી પાડવા માટે જુનાગઢ અને બિલખા સુધી તપાસ લંબાવી હોવાનુ સુત્રોએ જણાવ્યુ છે.આ ચીટીંગમાં સંડોવાયેલા બે આરોપી અગાઉ મર્ડર કેસમાં પણ સંડોવાયા હોવાનુ બહાર આવ્યુ છે.

Share
Next Story

જસદણમાં ગત તા.28 માર્ચથી સૌરાષ્ટ્ર ઓપન ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Jamnagar News - police tear up forests to arrest 6170 lakh deceased 063642
(News in Gujarati from Divya Bhaskar)