હાલારમાં 7 સ્થળે જુગારના દરોડામાં 37 ઝબ્બે ,4 ફરાર

News - અવિરત જુગાર પર પોલીસના દરોડા રોકડ-વાહનો સહિતની માલમતા કબજે

Divyabhaskar.com Sep 12, 2018, 02:55 AM IST
જામનગર અને દ્વારકા પંથકમાં શ્રાવણ માસના સમાપન બાદ પણ જુદા જુદા સાત સ્થળે જામેલા જુગાર પર પોલીસે દરોડા પાડી મહીલા સહીત 37 શખ્સને પકડી પાડી રોકડ અને ચાર બાઇક સહીતની માલમતા કબજે કરી હતી. જયારે દરોડા દરમિયાન 4 શખ્સો નાશી છુટયાનુ ખુલતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.

જામનગર નજીક ધોરીવાવ પાસે ગણેશનગર વિસ્તારમાંથી પોલીસે જુગાર રમતા વિજય ગોવાભાઇ બગડા,હસમુખ હમીરભાઇ રાઠોડ, ગોવિંદ દિલીપભાઇ ખરા, સામત ગોવાભાઇ ,નાથા રામાભાઇ અને સતીબેન દેવાયતભાઇ ડાંગરને પકડી પાડી રોકડ સહીત રૂ.14890ની માલમતા કબજે કરી ઘોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

ખંભાળીયા તાલુકાના દખણાદાબારા ગામમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતા ભીખાભાઈ મંગાભાઈ લાધવા, પ્રવિણભાઈ પાલાભાઈ સોંદરવા સહીત સાત શખ્સોને પકડી પાડી રૂ.11,350ની રોકડ ઉપરાંત ચાર બાઇક સહીત રૂ.89,350ની મતા કબજે કરી હતી. જયારે કલ્યાણપુર તાલુકાના સૂઈનેશ ગામમાં પોલીસે જુગટુ રમતા જીવાભાઈ રામાભાઈ મુન અને જેસાભાઈ માણસરભાઈ વાલાણી આઠ શખ્સોને ઝડપી લઇ રોકડ સહીત રૂ.15680નો મુદામાલ કબજે કર્યો હતો.

ખંભાળીયા તાલુકાના દખણાદાબારા ગામમાં પોલીસે દરોડા દરમયાન જુગાર રમી રહેલા જયેન્દ્રસિંહ નટુભા જાડેજા, રઘુવીરસિંહ બાબભા જાડેજા સહીત પાંચ શખ્સોને પકડી પાડી રોકડ સહીતની મતા કબજે લીધી હતી.જયારે દખણાદાબારામાં અન્ય દરોડામાં પોલીસે જુગાર રમતા બળદેવસિંહ ભાવસંગજી જાડેજા,દેવીસિંહ કિશોરસિંહ વાઢેર, અને ચંદ્રસિંહ હરિસંગ રાઠોડને પકડી પાડી રોકડ કબજે કરી હતી. જ્યારે દરોડા દરમિયાન લખુભા ટપુભા જાડેજા, કિરીટસિંહ ભીખુભા જાડેજા, ઉમેદસિંહ ભાવુભા જાડેજા, કલુભા નથુજી જાડેજા નાશી છુટયાનુ ખુલતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.

ખંભાળીયા તાલુકાના ઉગમણાબારા ગામમાંથી પોલીસે જુગાર રમતા સહદેવસિંહ પ્રતાપસિંહ ચુડાસમા, જુવાનસિંહ કેશુભા કંચવા અને રાજેન્દ્રસિંહ કેશુભા કંચવાને પકડી પાડી રોકડ કબજે લઇ ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

Share
Next Story

જામનગરમાં પૈસાની ઉઘરાણીમાં બે શખ્સોએ યુવાનની કરી હત્યા, ઘટના CCTVમાં કેદ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Jamnagar - હાલારમાં 7 સ્થળે જુગારના દરોડામાં 37 ઝબ્બે ,4 ફરાર
(News in Gujarati from Divya Bhaskar)