જામનગર જિલ્લામાં તહેવારને અનુલક્ષી હથિયારબંધી ફરમાવતું જાહેરનામું

News - જામનગર : આગામી દિવસોમાં સંવત્સરી, મહોરમ, મહાત્મા ગાંધીનો જન્મદિવસ સહિતના તહેવારોમાં કાયદો અને વ્યવસ્થાની...

Divyabhaskar.com Sep 12, 2018, 02:36 AM IST
જામનગર : આગામી દિવસોમાં સંવત્સરી, મહોરમ, મહાત્મા ગાંધીનો જન્મદિવસ સહિતના તહેવારોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને કોઇ અનિચ્છનિય બનાવ ન બને તેની તકેદારી રાખવા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રાજેન્દ્ર સરવૈયા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-37(1) હેઠળ તેમને મળેલ સત્તાની રૂએ તા.6 નવે.ના 24 કલાક સુધી જામનગર જિલ્લામાં હથિયારબંધી ફરમાવવામાં આવી છે. જેમાં શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી સહિત શારીરીક ઇજા પહોંચાડી શકે તેવા કોઇપણ સાધન સહિતની કોઇપણ ક્ષયકારી અથવા સ્ફોટક દારૂગોળા વિગેરે પદાર્થો લઇ જવા નહી અને જાહેરનામાના ભંગ કે ઉલ્લંધન બદલ ઓછામાં ઓછા ચાર મહિનાની અને વધુમાં વધુ એક વર્ષની કેદની સજા અને ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-135(1) મુજબ દંડની સજાને પાત્ર ગણવામાં આવશે તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Share
Next Story

જામનગરમાં રણજીત રોડથી માર્કેટ સુધી રેંકડીનો ત્રાસ દૂર કરવા માગ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Jamnagar - જામનગર જિલ્લામાં તહેવારને અનુલક્ષી હથિયારબંધી ફરમાવતું જાહેરનામું
(News in Gujarati from Divya Bhaskar)