મોરબીના નાની સિંચાઇ કૌભાંડમાં ખાનગી કંપનીના કર્મીની ધરપકડ

News - આગામી દિવસોમાં મોટા માથાંની ધરપકડ થવાની સંભાવના

Divyabhaskar.com Apr 20, 2019, 06:36 AM IST
મોરબી જિલ્લાના ચર્ચિત નાની સિંચાઇ યોજના તળાવ રિપેરીગ કામમાં થયેલા કરોડના કૌભાંડમાં પોલીસે લાંબા સમય બાદ વધુ એક શખ્સની ધરપકડ કરી છે.

બનાવ અંગે મળતી વિગતો મુજબ મોરબીના ચર્ચિત નાની સિંચાઇ કૌભાંડમાં પોલીસને વધુ એક સફળતા મળી છે અને આ કૌભાંડમાં સંડોવાયેલા રાજકોટની સસ્ટેનેબલ પ્રા. લી.નાં એક કર્મચારી રામજીભાઈ કાનજીભાઈને ઝડપી લીધો હતો. તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, મોરબીનાં નાની સિંચાઇ યોજનમાં કામગીરી કર્યા વિના તત્કાલીન કાર્યપાલક ઈજનેર સી.ડી.કાનાણીએ મંડળીઓ સાથે મળી કરોડો રૂપિયા બિલ મૂકી કૌભાંડ આચર્યું હતું. આ પ્રકરણમાં હળવદ ધ્રાંગધ્રાનાં પૂર્વ ધારાસભ્ય પરસોતમ સાબરીયા સહિતનાની ધરપકડ કરાઈ હતી. હાલ તેઓ જામીન પર બહાર આવ્યા છે. આગામી સમયમાં આ પ્રકરણમાં કેટલાક મોટા માથાઓની પણ ધરપકડ થાય તેવી શક્યતા સેવાઇ રહી છે.

Share
Next Story

જસદણમાં ગત તા.28 માર્ચથી સૌરાષ્ટ્ર ઓપન ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Jamnagar News - kochi39s private company arrested in morbi39s small irrigation scam 063648
(News in Gujarati from Divya Bhaskar)