જામનગરમાં પ્રથમ વખત 2 થી 5 મે દરમિયાન શ્રી વલ્લભાખ્યાન ગુણાનુવાદના કાર્યક્રમ

News - જામનગર | શહેરમાં વૈષ્ણવ સમાજ દ્વારા નિ.લી.પૂ.પા.ગો. 108 દ્વારકેશ લાલજી મહારાજ (મથુરા-પોરબંદર) ના પ્રાકટ્યોત્સવના...

Divyabhaskar.com Apr 24, 2019, 06:20 AM IST
જામનગર | શહેરમાં વૈષ્ણવ સમાજ દ્વારા નિ.લી.પૂ.પા.ગો. 108 દ્વારકેશ લાલજી મહારાજ (મથુરા-પોરબંદર) ના પ્રાકટ્યોત્સવના ઉપલક્ષમાં તા. 2 થી 5 મે દરમિયાન પ્રતિદિન સાંજે 4 થી 7 દરમિયાન ઓશવાળ સેન્ટર, એરોડ્રામ રોડમાં ચતુર્દિવસીય સત્સંગ શિબિર અંતર્ગત વલ્લભાખ્યાન ગુણાનુવાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં પ્રથમ વખત શ્રી વલ્લભાખ્યાન ગુણાનુવાદના આયોજનમાં રાજકોટના યુવા વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો. 108 અક્ષયકુમારજી મહારાજ આચાર્યપીઠ પર બિરાજી ભક્ત કવિ ગોપાલદાસજી રચિત વલ્લભાખ્યાનનું સંગીતમય શૈલીમાં રસપાન કરાવશે તો ધર્મ કાર્યનો મોટી સંખ્યામાં લાભ લેવા સર્વે વૈષ્ણવોને જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.

Next Story

પેટાચૂંટણી / જામનગર ગ્રામ્યમાં 59.66 ટકા અને માણાવદર વિધાનસભામાં 61.61 ટકા મતદાન

Next

Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Jamnagar News - for the first time in jamnagar from may 2 to 5 the program of shri vallabhakhyan39s excellency 062050
(News in Gujarati from Divya Bhaskar)