જામનગર સોલેરિયમ ઝોન નીચેના વિસ્તારોમાં આજે પાણી વિતરણ

News - ચેમ્બર ઓફ કોમર્સના કારોબારી સભ્યો જાહેર વીજ પુરવઠામાં વિક્ષેપથી પાણીની આવક ઓછી થઇ હતી

Divyabhaskar.com Apr 20, 2019, 06:40 AM IST
જામનગર શહેરને પાણી પુરૂં પાડતા આજી-3 ડેમ ખાતે વીજ પુરવઠામાં વિક્ષેપના કારણે પાણીની આવક ઓછી થતાં શનિવારે સોલેરીયમ ઝોન હેઠળના વિસ્તારોમાં પાણી વિતરણ ન થતાં દેકારો બોલી ગયો હતો.સોલેરિયમ ઝોન હેઠળના વિસ્તારોમાં રવિવારે રાબેતા મુજબ પાણી વિતરણ કરવામાં આવશે.

જામનગરને પાણી પુરૂં પાડતા આજી-3 ડેમ ખાતે ટ્રાન્સફોર્મર બગડી જવાના કારણે તથા બે દિવસ પૂર્વે ભારે પવન સાથે કરા અને વરસાદ પડવાથી વીજ પોલ પડી જતાં વીજ પુરવઠામાં વિક્ષેપ સર્જાયો હતો.જેના કારણે આજી ડેમ પર પમ્પીંગ બંધ થતાં પાણીની આવક ઓછી થઇ હતી.આથી જામનગરમાં સોલેરીયમ ઝોન હેઠળના વિસ્તારોમાં શનિવારે પાણી વિતરણ બંધ રહેતા દેકારો બોલી ગયો હતો.

જો કે, આ ઝોનમાં રવિવારે રાબેતા મુજબ પાણી વિતરણ કરવામાં આવશે તેમ મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાની યાદીમાં જણાવ્યું છે.આથી લોકોએ રાહતનો દમ લીધો છે.

Share
Next Story

પેટમાં દુ:ખાવા બાદ ઊલટી થતા પરિણીતાનું મોત

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Jamnagar News - distribution of water today in the following areas of jamnagar solarium zone 064016
(News in Gujarati from Divya Bhaskar)