જામનગરમાં સુરક્ષા જવાનોનું પોસ્ટલ બેલેટથી 77.01% મતદાન

News - પોલીસ, હોમગાર્ડઝ, જીઆરડી, એસઆરપીના જવાનો ઊમટ્યા ચૂંટણી ફરજમાં રોકાયેલા જવાનોએ મોટી સંખ્યામાં મતદાન...

Divyabhaskar.com Apr 20, 2019, 06:40 AM IST
જામનગરમાં ચૂંટણી ફરજમાં રોકાયેલા પોલીસ, હોમગાર્ડઝ, જીઆરડી, એસઆરપીના જવાનોનું લોકસભા અને 77-જામનગર ગ્રામ્ય વિધાનસભા પેટાચૂંટણીમાં 77.01 ટકા મતદાન થયું હતું.હોમગાર્ડઝના 1065 માંથી 983 જવાનોએ મત આપતા 92.30 ટકા ધીંગુ મતદાન નોંધાયું હતું.

જામનગરમાં ચૂંટણી ફરજમાં રોકયેલા હોમગાર્ડઝ, એસઆરપી, જીઆરડી અને બાકી રહી ગયેલા પોલીસ જવાનોનું મતદાન શુક્રવારે શહેરમાં ક્રિકેટ બંગલા સામે આવેલી હોમગાર્ડઝ કચેરીમાં યોજાયું હતું. સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલી હતી. જેમાં જવાનોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. મતદાન દરમ્યાન જવાનોની લાંબી કતારો અને ભીડ ન થાય તે માટે હોમગાર્ડઝના જવાનોને બેચ વાઇઝ મતદાનનો સમય આપાવામાં આવ્યો હતો.લોકસભા અને 77 ગ્રામ્ય વિધાનસભાની પેટાચૂંટણીમાં હોમગાર્ડઝના 1065 માંથી 983,જીઆરડીના 112માંથી 4,એસઆરપીના 235 માંથી 109,બાકી રહેલા 263માંથી 194 પોલીસકર્મીઓએ મતદાન કર્યું હતું.મતદાન દરમ્યાન કલેકટર સહીતના અધિકારીઓએ મતદાન કેન્દ્રની મુલાકાત લીધી હતી.

ચૂંટણીમાં કોનું કેટલું મતદાન

હોમાગાર્ડઝ 92.30 ટકા

પોલીસકર્મી 73.76

એસઆરપી 46.38 ટકા

Share
Next Story

પેટમાં દુ:ખાવા બાદ ઊલટી થતા પરિણીતાનું મોત

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Jamnagar News - 7701 voting of postal ballot of security personnel in jamnagar 064019
(News in Gujarati from Divya Bhaskar)