વીડિયો વાઈરલ / જામનગરમાં MLA હકુભા જાડેજાએ રીક્ષા ચલાવી, શહેર પ્રમુખ પેસેન્જર બન્યાં

  • હકુભા લોકો સાથે હળવા મૂડમાં વાતચીત કરતાં જોવા મળ્યાં
Divyabhaskar.com Apr 24, 2019, 03:46 PM IST

જામનગર:ઉત્તર બેઠકના ધારાસભ્ય અને તાજેતરમાં જ જેમને રાજ્યકક્ષાનું મંત્રીપદ મળ્યું છે તે હકુભા જાડેજા જામનગરમાં રીક્ષા ચલાવતા જોવા મળ્યાં હતા. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં શહેર પ્રમુખ હસમુખ હિન્ડોચા પેસેન્જર બન્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. વીડિયોમાં હકુભા જાડેજા રીક્ષાની ડ્રાઈવીંગ સીટ પર બેસીને ઉપસ્થિત લોકો સાથે હળવા મૂડમાં વાતચીત કરતાં જોવા મળ્યાં હતા. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહ્યો છે.

હળવા મૂડમાં રીક્ષાની સવારી: મહત્વનું છે કે ગઈકાલે સાંજે મતદાન પૂર્ણ થયું ત્યારે શહેર ભાજપના કાર્યલય પાસે બધા એકઠા થયા હતા અને તેઓ મસ્તી મજાકના મૂડમાં હતાં. ત્યારે રીક્ષાવાળા ભાઈ પણ ત્યાં હતા. ત્યારે હકુભા રીક્ષા ડ્રાઈવરની સીટ બેઠા હતા. ત્યારે શહેર પ્રમુખ હસમુખભાઈ આવ્યાં એટલે તેમણે કહ્યું કે ચાલો શહેર પ્રમુખ બેઠા છે તો રીક્ષામાં એક ચક્કર મારીએ. આમ તેઓ મજાકના મૂડમાં હકુભા જાડેજા અને શહેર પ્રમુખે રીક્ષાની સવારી કરી હતી. 

 

Share
Next Story

દ્વારકા / સમુદ્ર વચ્ચેના અજાડ ટાપુ પર 44માંથી 29 મતદારોએ મતદાન કર્યું, ચૂંટણીપંચે 50 હજારનો ખર્ચ કર્યો, એક મતની કિંમત રૂ.1724

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Minister-Hakubha-drives-auto-rickshaw-See VIDEO VIRAL
(News in Gujarati from Divya Bhaskar)