દ્વારકા / સમુદ્ર વચ્ચેના અજાડ ટાપુ પર 44માંથી 29 મતદારોએ મતદાન કર્યું, ચૂંટણીપંચે 50 હજારનો ખર્ચ કર્યો, એક મતની કિંમત રૂ.1724

  • 29 મતદારોએ મતદાન કરતા 65.91 ટકા મતદાન થયું 
Divyabhaskar.com Apr 24, 2019, 09:52 AM IST

દ્વારકા:સમુદ્રમાં આવેલા અજાડ ટાપુ પર માનવ વસ્તી વસવાટ કરી રહી છે. દ્વારકા જિલ્લાના નાના મોટા 26 ટાપુ પૈકીના એકમાત્ર અજાડ ટાપુ પર માનવ વસવાટવાળો છે.અજાડ ટાપુ પર 89 લોકો વસે છે. જેમાં 44 જેટલા મતદારો આવેલા છે. ટાપુ પરના તમામ મતદારો લોકશાહીના મહાપર્વમાં પોતાનો મત આપી શકે તે માટે ચૂંટણીપંચ દ્વારા ટાપુ પર ખાસ મતદાનમથકની વ્યવસ્થા કરવામાં આવે છે. લોકસભાની ચૂંટણીમાં ચૂંટણીપંચને 50 હજારનો ખર્ચે થયો છે.
જ્યારે 29 મતદારોએ મતદાન કરતા 65.91 ટકા મતદાન થયું હતું. ટાપુ પરના મતદારો માટે ચૂંટણીપંચને એક મત રૂ.1724 કિંમતમાં પડ્યો હતો. 

ચૂંટણીપંચને એક મત રૂ.1724 રૂપિયામાં પડ્યો:ટાપુ પર 89 લોકો વસવાટ કરી રહ્યા છે.જે પૈકીના 21 પુરૂષ મતદારો અને 23 સ્ત્રી મતદારો મળી એમ કુલ 44 મતદારો આવેલા છે. આ 44 મતદારો લોકશાહીના મહાપર્વમાં સ્થળ પર જ મતદાન કરી શકે તે માટે ચૂંટણીપંચ દ્વાર ટાપુ પર જ મતદાનમથક ઉભું કરવામાં આવે છે. જેના માટે ચૂંટણીના આગલા દિવસે બુથનો પોલીંગ સ્ટાફ,પોલીસ સ્ટાફ તેમજ અન્ય સહકર્મચારીઓ વીવીપેટ મશીન સાથે બોટ મારફતે ટાપુ પર પહોંચ્યા હતાં. ચૂંટણીપંચને ટાપુ સુધી પહોંચવામાં બોટનું ભાડું, કર્મચારીના પગાર, પાણીની વ્યવસ્થા સહિત અંદાજીત રૂ.50000નો ખર્ચ થયો હતો. જેની સામે ટાપુ પરના 44 મતદારોમાંથી 16 પુરૂષ મતદારો અને 13 મહિલા મતદારો એમ કુલ 29 મતદારોએ મતદાન કર્યું હતું. જેથી ચૂંટણીપંચને એક મત રૂ.1724 રૂપિયામાં પડ્યો હતો.

Share
Next Story

કપરી પરિસ્થિતિ, ઉંમરના થાક અને અંધકારને મહાત કરી પ્રસૂતા, વિકલાંગો, વૃધ્ધોએ નિભાવી મતદાનની ફરજ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 44 in to 29 voters vote in dwarkas ajad tapu
(News in Gujarati from Divya Bhaskar)