ઉમેદવારોના ભાવિ 1 માસ સુધી EVMમાં કેદ : ભાવનગર બેઠક પર 58.41% મતદાન

News - ભાવનગર લોકસભા બેઠક માટેનો ભાજપ, કોંગ્રેસ ને અપક્ષ સહિ‌તના કુલ 10 ઉમેદવારોના રાજકીય ભાવિ આજે જિલ્લાભરના મતદારોએ...

Divyabhaskar.com Apr 24, 2019, 05:56 AM IST
ભાવનગર લોકસભા બેઠક માટેનો ભાજપ, કોંગ્રેસ ને અપક્ષ સહિ‌તના કુલ 10 ઉમેદવારોના રાજકીય ભાવિ આજે જિલ્લાભરના મતદારોએ ઇ.વી.એમ.માં મત આપી એક મહિના સુધી કેદ કરી દીધા છે. હવે એક માસ સુધી તમને શું લાગે છે ? આ પ્રશ્ન શહેર અને જિલ્લાભરમાં ચોરે અને ગલીએ ગલીએ ચર્ચાતો રહેશે. 23મી મેએ મતગણતરી હાથ ધરવામાં આવશે અને ત્યાં સુધી ચૂંટણીના પરિણામ અંગે જબરૂ સસ્પેન્સ જામેલું રહેશે. આ વખતે ચૂંટણીમાં મતદાનનો ટ્રેન્ડ અંતિમ સમય સુધી મતદારોએ કળવા દીધો નથી. ભાવનગર બેઠક માટે 58.41 ટકા મતદાન થયું છે.

લોકસભાની ચૂંટણીમાં આ વખતે ઉત્સાહપ્રેરક મતદાન થયા બાદ હવે 2,395 બેલેટ યુનિટ અને 2,331 કંન્ટ્રોલ યુનિટ સાથે સમગ્ર ભાવનગર લોકસભા બેઠકના મતો કેદ થઇ સુરિાત રીતે સીલ મારીને રાખી દેવામાં આવ્યાં છે. આજે મતદાન થયા બાદ સાંજથી જ કોણ કેટલા મતે વિજયી બનશે અને કોની રાજકીય કારકિર્દી‍ જોખમાશે તેવા પ્રશ્નો આજે સાંજથી જ ચર્ચાવા લાગ્યાં છે.

Share
Next Story

અમેરીકાથી મતદાન કરવા ભાવનગર આવેલો રવિશ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Bhavnagar News - the fate of the candidates for 1 month imprisonment in evm 5841 voting on the bhavnagar seat 055642
(News in Gujarati from Divya Bhaskar)